Thursday, April 16, 2026
HomeGujaratમહેસાણામાં પરિણીતાએ પ્રેમ સબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ ઢીમ ઢાળી દીધું

મહેસાણામાં પરિણીતાએ પ્રેમ સબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ ઢીમ ઢાળી દીધું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: મહેસાણામાં (Mehsana) લગ્નેતર સંબંધમાં (extramarital affair) મહિલાની હત્યા થઈ છે. મહેસાણા પોલીસના (Mehsana Police) તપાસ મુજબ આરોપી અમરતા ઉર્ફે રાજુ કેશા રાવળ મહિલાના ઘરે અવારનવાર જતો હતો. અને સમય જતાં અમરતા ઉર્ફે રાજુની મહિલા સાથે સંબંધ બંધાયો હતો. પરંતુ આગળ જતાં મહિલાએ તેના પતિના બીકે ફરિયાદી સાથે સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

આ વાત લઈને આરોપી ઉશ્કેરાયો હતો અને મહિલાને ધમકી આપતો હતો. મહિલાએ અનેકવાર સંબંધની ના પાડ્યા છતાં આરોપી કોઈ પણ હિસાબે સંબંધનો અંત લાવવા માંગતો નહોતો. ગત્ રોજ આરોપીએ મહિલાને મળવાના બહાને બોલાવી હતી. આ દરમિયાન આરોપીએ મહિલાના માથે લોખંડના પાઈપના ઘા કર્યા હતા. અને મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

- Advertisement -

મહિલાનો મૃતદેહ સવારે રસ્તા પર મળી આવતાં રાહદારીઓએ મહેસાણા બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવ્યા બાદ મહિલાની ઓળખ કરી હતી. મહિલાનો મૃતદેહ પોર્સ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા બાદ મહિલાના પતિને જાણ કરવામાં આવી હતી. તે આવતાં તેણે શંકા અમરતા ઉર્ફે રાજુ કેશા રાવળ પર દર્શાવી હતી. આ અંગે પોલીસે વિગતે પૂછપરછ કર્યા બાદ પતિએ મહિલાના આરોપી સાથેના સંબંધનો એકરાર કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular