નવજીવન ન્યૂઝ. સુરત: Surat Accident : ગુજરાતમાં હવે રસ્તા પર થતાં અકસ્માતની ઘટના સામાન્ય થઈ ગઈ છે, તેમ છતાં જે વ્યક્તિ પોતાના પરિવારના વ્યક્તિને આ અકસ્માતમાં ગુમાવે છે તેના માટે આ ઘટના સામાન્ય નથી હોતી. અવાર-નવાર એક વાહનચાલકની બેદરકારી કે ભૂલના કારણે બીજા વાહનચાલકને જીવ ગુમાવવો પડે છે અથવા તો ગામબીર ઇજાઓ પહોંચે છે. આવા જ એક અકસ્માતની ઘટના સુરતમાં બની છે. બેદરકારીપૂર્વક ઝડપી કાર ચલાવવાને કારણે સુરતના (Surat) સરથાણા વિસ્તારમાં બે લક્ઝૂરિયસ કાર વચ્ચે અકસ્માત (Car Accident) થયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બંને કાર ચાલકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સરથાણાના ખડસદ ગામ ખાતે નવા રિંગ રોડ પાસે બાપોરે 3 વાગ્યાના અરસામાં અર્ટિગા કાર અને હેરિયર કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બંને કાર સવારનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે કારમાં સવાર બીજા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બંને ગાડીઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતના પગલે રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ ફાયરબિગ્રેડને કરવામાં આવતા ફાયર બિગ્રેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. કારના પતરા કાઢીને મૃતકના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ અકસ્માતની જાણ કામરેજ પોલીસને (Kamrej Police)કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે આવી હતી અને બંને યુવકના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
પોલીસ તરફથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત પાછળનું કારણ કારની સ્પીડ હોવાનું સામે આવ્યું છે. બંને સિંગલ રોડ પર સામ-સામે અથડાતા અકસ્માતની ઘટના બની હતી. હાલ પોલીસે આ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








