નવજીવન.અમદાવાદઃ અમદાવાદમાં મિત્રતાના સંબંધને દાગ લગાવતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે એક મિત્રએ બીજા મિત્રને મોતને ઘાટ ઉતરી દીધો છે. મિત્રને પથ્થર વડે હુમલો કરી માથું છૂંદી નાખતા સમગ્ર વિસ્તારમાં સ્ટોનકિલર કેસ ચકચાર મચી ગયો હતો. સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, નારોલ વિસ્તારમાં રહેતા રાજકુમાર યાદવ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને બે બાળકો હતા. ગત 2 જાન્યુઆરીના રોજ રાજકુમાર કરિયાણાનો સામાન લેવા ગયા હતા. ત્યાર બાદ પરત ઘરે આવ્યા ન હતા. વહેલી સવારના રોજ પોલીસ રાજકુમારના ઘરે જઈને તેની પત્નીને રાજકુમારનો ફોટો બતાવીને પુછપરછ કરી તો તેની લાશ મળી હોવાનું જણાવ્યું હતું.
સનરાઇઝ હોટેલની પાછળ એક અવાવરૂ મકાનમાં રાજકુમાર યાદવ નામના યુવક પર તેના જ મિત્ર સતીષ રાઠોડએ પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું હતું. ત્યાર બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. જો કે પોલીસ પણ લાશ જોઈને ચોંકી ઉઠી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપીને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
નારોલ પોલીસે ગણતરીના કલાકમાં જ હત્યારાને ઝડપી પાડયો
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, હત્યારો સતીષ રાઠોડ થોડા દિવસ પહેલા જ સનરાઇઝ હોટેલ પાસે આવેલા ઉમંગ ફ્લેટમાં રહેવા આવ્યો હતો. તે દરમિયાન રાજેશ જોડે સંપર્ક થયો હતો. સતીષને જાણકારી મળી હતી કે રાજેશ પાસે સારા એવા પૈસા આવ્યા છે જેથી તે રાજેશ પાસે પૈસાની માંગણી કર્યા કરતો હતો. પરંતુ રાજેશ પૈસા આપવાની ના પાડતા તેની સાથે ઝધડો કરી પથ્થરથી માથું ફોડી નાખ્યું હતું. પોલીસને આ તપાસ દરમિયાન એવી પણ જાણકારી મળી હતી કે સતીષે અગાઉ અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં પણ એક હત્યા કરી હતી.
![]() |
![]() |
![]() |











