Wednesday, June 24, 2026
HomeNavajivan CornerLink In Bio‘એઆઈ’ના ભવિષ્ય વિશે ભવિષ્યવેતા યુવાલ નોઆ હરારીનો મત

‘એઆઈ’ના ભવિષ્ય વિશે ભવિષ્યવેતા યુવાલ નોઆ હરારીનો મત

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): યુવાલ નોઆ હરારી (Yuval Noah Harari) ભવિષ્યવેતા છે અને તેમણે પોતાની પુસ્તક ‘21વી સદી કે લિએ 21 સબક’માં ‘કામ’ નામથી લખેલા એક પ્રકરણમાં આર્ટીફીશયલ ઇન્ટેલિજન્સ (AI) વિશે ચર્ચા કરી છે. ‘એઆઈ’થી પ્રસરેલા ભીતિને અને તેની ભવિષ્યની શક્યતાઓને તેમણે શબ્દોમાં ઉતારી છે. ‘એઆઈ’ વિશે ગંભીરતાથી વિચારવા માટે તેમના શબ્દો ધ્યાનથી વાંચવા જેવા છે. આ વિષય અંગે વ્યક્ત કરેલાં વિચારોને અહીં મૂક્યા છે.

Yuval Noah Harari view on future of AI
Yuval Noah Harari view on future of AI

“આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ અને રૉબોટિક્સ દ્વારા તમામ ઉદ્યોગોનો નાબૂદ કરી નાંખવાની કોઈ શક્યતા નથી. જે કામો વિપુલ પ્રમાણમાં એક ઢબથી કરવાનાં હોય અને તેમાં મર્યાદિત યોગ્યતાની જરૂર હોય ત્યારે તેવા કામોને સ્વંયસંચાલિત કરી દેવામાં આવે. પરંતુ જે કામોમાં કટોકટીની સ્થિતિમાં ઉકેલ લાવવાનો હોય તેમાં માણસોનું કામ મશીનોમાં પરિવર્તિત કરવું મુશ્કેલ છે. દાખલા તરીકે, સ્વાસ્થ્ય સેવાને લઈ લો. મોટા ભાગના ડૉક્ટર નિદાનની માહિતી લે છે, તેનું વિશ્લેષણ કરે છે અને પછી બીમારીની ઓળખ કરે છે. તેનાથી વિપરીત જ્યારે નર્સોનું કાર્ય ઇંજેક્શન આપવાનું, પાટા બદલવાની અને ઉગ્ર દરદીઓના શરીર અને તેમની લાગણીઓને નિયંત્રિત કરવાનું છે. કહેવાનો અર્થ એટલો જ કે જ્યારે આપણી પાસે વિશ્વસનીય નર્સ રોબોટ હશે, તેના દાયકાઓ પહેલાં આપણી પાસે સ્માર્ટફોન પર એક પારિવારીક ડૉક્ટર હોવા જોઈએ. એવી પૂરી શક્યતા છે કે સેવાકીય ક્ષેત્ર, જેમાં વૃદ્ધ અને બીમાર લોકોની સેવા કરવામાં આવે છે, તેના પર માણસનો ઇજારો રહેશે.

- Advertisement -

“સેવાની જેમ સર્જનના ક્ષેત્રમાં પણ સ્વંયસંચાલિત મશીન સામેના પડકારો છે. હવે આપણને સંગીત વેચનારાઓની જરૂર રહી નથી. સંગીત આપણે સીધું ડાઉનલોડ કરી શકીએ છીએ. પરંતુ સંગીત કમ્પોઝર, ગાયક અને સ્વરનું સર્જન હજુ પણ લોહી-માંસનો માનવી કરે છે. જોકે તેમ છતાં કલાકારોને પણ ચેતવણી આપવી જોઈએ. આધુનિક વિશ્વમાં કલાને સામાન્ય રીતે માનવીય લાગણીઓ સાથે સાંકળીને જોવામાં આવે છે. આપણે વિચારીએ છીએ કે કલાકાર આંતરિક માનસિક શક્તિઓને દિશા આપે છે. અને કલાનો ઉદ્દેશ્ય પોતાની લાગણીઓ સાથે જોડવાનો અથવા તો આંતરિક અનુભૂતિને જાગ્રત કરવાનો છે. પરિણામે, આપણે જ્યારે કલાનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે આપણે દર્શકો-શ્રોતાગણ પર પડી રહેલા લાગણીના પ્રભાવના આધારે તેની તપાસ કરીએ છીએ.

“આખરે લાગણી રહસ્યમય બાબત નથી. તે એક જૈવરસાયણિક પ્રક્રિયાનું પરિણામ છે. એ માટે તે વાત ખૂબ દૂર નથી જ્યારે કોઈ મશીન-લર્નિંગ એલ્ગોરિદમ તમારા શરીરના આંતરિક સેંસરોની તપાસ કરીને બાયોમેટ્રિક ડેટાનું વિશ્લેષણ કરવા લાગે. તમારા વ્યક્તિત્વની પ્રકૃતિ અને તમારી બદલાતી મનોસ્થિતિને આકલન કરે અને કોઈ વિશેષ ગીત કે પછી કોઈ વિશેષ અવાજ તમારી લાગણીઓ પર પ્રભાવ પાડી શકે છે તેવું આકલન કરશે. માની લો કે તમારો હાલમાં તમારા બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો છે. અને તો એલ્ગોરિદમના મદદથી તમારી આંતરિક લાગણીઓનાં ઉતાર-ચઢાવને તે ઓળખી લેશે. અને તે આધારે તે આધારે તમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં ગીતો વાગશે. તમે ઉદાસ હોવ ત્યારે તમારી સાથે એક સંપર્ક સ્થાપિત કરીને આ એલ્ગોરિદમ એવું ગીત વગાડશે કે તમને તે આનંદ અપાવે. અને આ બાબતમાં ‘એઆઈ’ની યોગ્યતાની કોઈ સ્પર્ધા કરી શકશે નહીં.

“અહીં એક મુશ્કેલી છે કે ઓલ્ગેરિદમ તમારી લાગણીને કેવી રીતે સ્થિર કરશે. જો તમારા બોયફ્રેન્ડ સાથે હાલમાં જ ઝઘડો થયો છે તો ઓલ્ગેરિદમ તમને ઉદાસ કરશે કે આનંદીત? સ્વાભાવિક છે કે જીવનમાં એવી ઘણી ક્ષણો હોય જ્યારે તમારું ઉદાસ હોવું સારી બાબત હોય. આવી વખતે ‘એઆઈ’ તેને પૂર્ણ પણે ગ્રાહક પર છોડી દેશે. તમે તમારી લાગણીનું મૂલ્યાંકન તમારી પસંદગીના આધારે કરી શકશો. અને તે જ રીતે ઓલ્ગેરિદમ તમારા આદેશનું પાલન કરશે. એ તો સ્વાભાવિક છે કે એલ્ગોરિદમ તમારી ઇચ્છાને એ રીતે ઓળખી કાઢશે, સંભવત્ તમે પણ તમારા જાત પ્રત્યે એટલાં સ્પષ્ટ નહીં હોવ. અને જો આ બધું કરવામાં તમને પોતાના પર વિશ્વાસ ન હોય તો તમે તમારા ઓલ્ગેરિદમને તમારાં માનીતા મનોવૈજ્ઞાનિકની સલાહ માનવાનું કહી શકો છો. અને જો છેલ્લે તમારો બોયફ્રેન્ડ તમારી સાથે સંબંધ કાપી નાંખે છે તો આ એલ્ગોરિદમ દુઃખની અલગ-અલગ સ્થિતિઓને તમારી સમક્ષ મૂકશે. અને એ પ્રમાણે તે અલગ અલગ ગીતો વગાડશે.

- Advertisement -

“કલાથી લઈને સ્વાસ્થ્ય સેવા સુધી તમામ ક્ષેત્રમાં ઘણાં પારંપારિક રોજગારને ‘એઆઈ’ નુકસાન પહોંચાડશે, પણ તેના દ્વારા અનેક નવા રોજગાર પણ ઉભા થશે. ‘એઆઈ’ સાથે સ્પર્ધા કરવાને બદલે માનવી ભવિષ્યમાં ‘એઆઈ’ દ્વારા પોતાની ક્ષમતા વધારવા માટે ધ્યાન કેન્દ્રિત કરશે. ઉદાહરણ તરીકે, માનવી પાયલટની જગ્યાઓ ‘એઆઈ’ના કારણે જશે તો સામે પક્ષે તે સાધનની સંભાળ, રિમોટ કન્ટ્રોલ, ડેટા વિશ્લેષણ અને સાઇબર સુરક્ષામાં નવા રોજગાર આવશે. અને આ કારણે 2050 સુધી એવી શક્યતા વધુ છે કે ‘એઆઈ’ અને માનવી વચ્ચે સ્પર્ધાના બદલે અરસપરસ સહયોગ થશે. પોલીસ અને બેંકમાં માનવી અને ‘એઆઈ’ મળીને સમૂહ કાર્યો અને કમ્યૂટરના કાર્યને પાછળ રાખી શકે છે. જ્યારે 1997માં ‘આઈબીએમ’ના ચેસ પ્રોગ્રામ ‘ડીપ બ્લ્યૂ’ એ ગેરી કાસ્પારોવને હરાવ્યો હતો. ત્યાર પછી માનવીએ ચેસ રમવાનું બંધ કર્યું નથી, બલકે તેના બદલે ‘એઆઈ’ની મદદથી ચેસ રમવામાં માણસ પહેલા કરતા વધુ ઉસ્તાદ બન્યો છે. ‘એઆઈ’ આ રીતે ઇતિહાસના શ્રેષ્ઠત્તમ જાસૂસ, બેંકકર્મી અને સૈનિકોને તૈયાર કરવામાં મદદ કરશે.

“જોકે ભવિષ્યમાં જન્મનારા આ રોજગારની સમસ્યા એ છે કે તેમાં ઉચ્ચ સ્તરની વિશેષતા જોઈશે. એટલે કે અકુશળ બેરોજગારની સમસ્યાનું સમાધાન તે નહીં લાવી શકે. નવી માનવી રોજગારી ઉભી કરવું જેટલું સરળ બનશે, તેટલું સરળ માનવીઓને નવા રોજગાર માટે શિક્ષિત કરવા સરળ નહીં હોય. સ્વંસંચાલિત મશીન જ્યારે પહેલાં આવી ત્યારે તેમાં ઓછી યોગ્યતા ધરાવનારને પણ કામ મળી ગયું હતું. જેમ કે 1920માં ખેતીમાં યાંત્રીકરણ આવ્યું ત્યારે ખેતમાં કામ કરનારા મજૂરને ટ્રેક્ટર નિર્માણ કરનારી કોઈ કારખાનામાં કામ મળી શકતું હતું. અને 1980માં બેરોજગાર ફેક્ટરી કામદાર કોઈ સુપરમાર્કેટમાં કેશિયર તરીકે કામ મેળવી શકતો હતો. પોતાના કામમાં આવતાં બદલાવને માર્કેટના રૂપમાં ઢાળી શકાતો હતો. પરંતુ 2050માં જ્યારે રોબોટ દ્વારા પોતાની રોજગારી ગુમાવી દેનારો કેશિયર કે મજૂર ‘એઆઈ’ દ્વારા સંચાલિત વ્યવસ્થામાં કામ કરવામાં ભાગ્યે જ કાબેલ હશે.

“પરિણામે ઘણાં માનવી રોજગાર હોવા છતાં તે વખતે એક ‘બિનઉપયોગી’ વર્ગ ઊભો થતો દેખાશે. ખરેખર વિશ્વના બદતર રૂપ આપણી સામે આવી શકે છે. જેમાં એક તરફ ઉચ્ચસ્તરના બેરોજગારી હશે અને કુશળ મજૂરોની પણ કમી હશે. ઘણાં લોકોની નિયતિ એવી નહીં હોય જેમણે ઓગણીસમી સદીમાં ડ્રાઇવરનું કામ આસાનીથી સ્વિકારી લીધું હતું. બલકે તેમની સ્થિતિ ઓગણીસમી સદીના ઘોડા જેવી થશે, જેમને સતત રોજગારની દુનિયામાંથી બહાર ધકેલવામાં આવ્યા હતા.

- Advertisement -

“આ ઉપરાંત કોઈ પણ રોજગાર સ્વંયસંચાલિત મશીનના કારણે પોતાના ભવિષ્યને સુરક્ષિત નહીં કરી શકે. કારણ કે મશીન લર્નિંગ અને રોબોટિક્સનું ક્ષેત્ર સતત શ્રેષ્ઠ થતું જશે. એક ચાળીસ વર્ષનો બેરોજગાર વોલમાર્ટનો કેશિયર, જેણે ખૂબ મહેનત કરીને ડ્રોન પાયલટ બનીને પોતાની જાતને વધુ સક્ષમ બનાવી હોય, તેણે દસ વર્ષ પછી નવા માર્કેટ અનુસાર નવાં કોઈ કામને હસ્તગત કરવું પડશે. આવી અસ્થિરતામાં મજૂર સંગઠનોને તૈયાર કરવા અને તેમના હકોને સુરક્ષિત રાખવાનું પણ વધુ પડકારભર્યુ થશે. અને સમજો કે ‘એઆઈ’થી જનરેટ થતા નવા કામો માટે તમે લોકોને તૈયાર પણ કરો છો તો બજારમાં થતી સતત ઉથલપાથલથી સામાન્ય લોકો પોતાની સુરક્ષિત માની નહીં શકે. તે હંમેશા ચિંતામાં રહેશે. પરિવર્તન હંમેશા તણાવ જન્માવે છે. અને એકવીસમી સદીના આરંભના વર્ષોએ ઝડપથી દોડી રહેલા વિશ્વમાં તણાવની અકલ્પનીય સ્થિતિ જન્માવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular