નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: GPSC exam postponed: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના(Biparjoy Cyclone) કારણે થયેલી નુકશાનીની યાદી ઘણી લાંબી છે તેમ કહી શકાય. છેલ્લા કેટલાક દિવસથી સરકારી તંત્ર વાવાઝોડાની તૈયારીમાં લાગેલા હોવાથી તંત્રનું મૂળ કામ પણ ખોરવાયું છે. સાથે જ સાવચેતીના પગલે શાળાઓ બંધ રાખવાના નિર્ણયને પગલે કેટલાક સ્થળો પર શિક્ષણ પણ ખોરંભે ચઢ્યું છે. ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા મદદનીશ વન સંરક્ષક, વર્ગ -2ની મુખ્ય પરીક્ષા બાબતે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
પરીક્ષા મોકૂફ
મળતી વિગતો અનુસાર આજરોજ ગુરૂવારે GPSC દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 ની મુખ્ય લેખિત પરીક્ષાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. GPSC દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે આ પરીક્ષાનું આયોજન 19 જૂનના રોજ રાખવામાં આવ્યું હતું. પરંતુ બિપોરજોય વાવાઝોડું ત્રાટકતા અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું હોય GPSC દ્વારા આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

ક્યારે યોજાશે ફરી પરીક્ષા?
મહત્વની વાત છે કે, GPSC દ્વારા તારીખ 19 જૂનના રોજ મદદનીશ વન સંરક્ષક વર્ગ 2ની મુખ્ય લેખિત પરીક્ષાના બે પેપરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ બંને પેપરની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સાથે જ પરીક્ષાની નવી તારીખ પણ જાહેર કરતા જણાવાયું છે કે, ગુજરાતી ભાષાની પરીક્ષા તારીખ 23 જૂનના રોજ બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી લેવામાં આવશે. જ્યારે 24 જૂનના રોજ આ અંગ્રેજી ભાષાની પરીક્ષા 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી લેવામાં આવશે.
બાકી રહેતા પેપરની પરીક્ષા કેવી રીતે યોજાશે?
અત્રે ઉલ્લેખનીય છે કે GPSC દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મોકૂફ કરવામાં આવેલા સિવાયની પરીક્ષા જેમાં પ્રશ્નપત્ર 3, 4 અને 5ની પરીક્ષા અગાઉથી જ નિર્ધારીત સમય અને તારીખ પ્રમાણે એટલે કે 21 જૂન 2023 અને 23 જૂન 2023ના રોજ આયોજીત થશે. ટૂંકમાં આ પરીક્ષા સમયસર જ લેવામાં આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








