Thursday, April 30, 2026
HomeGujaratBhavnagarતોડકાંડમાં ત્રણ આરોપીના જામીન કોર્ટે મંજુર કર્યા, શું યુવરાજસિંહ પણ આવશે જેલની...

તોડકાંડમાં ત્રણ આરોપીના જામીન કોર્ટે મંજુર કર્યા, શું યુવરાજસિંહ પણ આવશે જેલની બહાર?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ Bhavnagar Todkand Case: ગુજરાતમાં ભરતી પ્રક્રિયામાં ડમીકાંડના કૌભાંડની (Dummy Kand) જાહેરાત યુવરાજસિહ જાડેજાએ કરી હતી, ત્યાર બાદ તેમના જ એક સાથી બિપિન ત્રિવેદીએ સોશિયલ મીડિયામાં વિડીયો દ્વારા ડમીકાંડમાં નામ ન જાહેર કરવા માટે યુવરાજસિંહે તોડ (Yuvrajsinh Todkand) કર્યો હોવાના આક્ષેપ લગાવ્યા હતા. આ વીડિયો બાદ ભાવનગર પોલીસ (Bhavnagar Police)દ્વારા ડમીકાંડની સાથે સાથે તોડકાંડની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે ભાવનગર સેશન્સ કોર્ટ (bhavnagar court) દ્વારા બિપિન ત્રિવેદી, કાનભા ગોહિલ અને ધનશ્યામ લાધવા એમ ત્રણ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે, જેથી હવે નજીકના સમયમાં યુવરાજસિંહ જાડેજાને પણ જમીન મળી શકે છે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યું છે.

ભાવનગરમાં ડમીકાંડના સમાચાર સામે આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન બિપીન ત્રિવેદીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર ડમીકાંડના કેટલાક આરોપીના નામ છુપાવવા પૈસાનો વ્યવહાર થયો હોવાની વાત હતી. આ ઘટના બાદ પોલીસે ડમીકાંડ કરતા પણ વધારે જોર તોડકાંડની તપાસમાં આપવાની શરૂઆત કરી હતી. ભાવનગર પોલીસે યુવરાજસિંહની તારીખ 22 એપ્રિલના રોજ ધરપકડ કરી હતી તેમજ તેમના સાળા કાનભાની પણ સુરતથી 24 એપ્રિલએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસની પુછપરછમાં વટાણા વેરી દેતા રૂપિયા 38 લાખ પોતાના મિત્ર જીતના ઘરે રાખ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

- Advertisement -

યુવરાજસિંહના સાળા કાનભાએ પોલીસ સમક્ષ કબૂલતા આપી હતી કે, પ્રકાશ ઉર્ફે પી.કે. અને પ્રદિપ બારૈયા પાસેથી તેમણે ઘનશ્યામ લાધવા અને બીપીન ત્રિવેદી મારફતે રૂપિયા 1 કરોડ મેળવ્યા છે. સાથે જ પોલીસનું કહેવું છે કે, કાનભાની કબૂલાત એ કાબુલ કર્યું છે કે તેમણે પોતાના ભાઈ શીવભદ્રસિંહ ઉર્ફે શિવુભાની ઓફિસે તારીખ 5 એપ્રિલની યુવરાજસિંહની પ્રેસ કોન્ફરન્સમાં બંનેના નામ નહીં જાહેર કરવાની ડીલ કરી હતી. જે પેટે મળેલા રૂપિયા 1 કરોડ કાનભાએ તારીખ 12 એપ્રિલના રોજ તેના મિત્ર જીત હિતેન્દ્રસિંહ માંડવીયાના રૂપાણી સર્કલ નજીક આવેલા ઘરે મુક્યા હતા.

ત્યારે આજે તોડકાંડ કેસમાં યુવરાજસિંહ જાડેજાના સાળા કૃષ્ણદેવસિંહ ગોહિલ ઉર્ફે કાનભાના જામીન કોર્ટે મંજુર કર્યા છે. સાથે જ તોડકાંડમાં વચેટીયાની ભુમિકામાં રહેનારા ઘનશ્યામ લાઘવા અને યુવરાજસિંહ પર વીડિયો બનાવીને પૈસા લીધા હોવાનો આક્ષેપ કરનારા બિપિન ત્રિવેદીના પણ જામીન કોર્ટે મંજુર કર્યા છે. ત્યારે હવે નજીકના સમયમાં યુવરાજસિંહ જાડેજાના પણ જામીન થાય તેવી તેમના સમર્થકોમાં ચર્ચા ચાલી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular