નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વધતી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. આ મોંઘવારીમાં રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે આ મોંઘા રાંધણ ગેસમાં પણ છેતરપિંડી કરવામાં આવતી હોય તેવી એક ઘટના અમદાવાદથી (Ahmedabad) સામે આવી છે. માધવપુરામાં ગેસ ડિલિવરી કરતો કર્મચારી આર્થિક લાભ મેળવવા માટે ગેસની બોટલમાંથી (Gas cylinder)અડધો ગેસ ચોરી (Gas stealing) લેતો હતો. એક જાગૃત નાગરિકે આ કર્મચારીનો પીછો કરીને આ છેતરપિંડી (Scam) સામે લાવી હતી. આ અંગે તેમણે માધવપુરા પોલીસ સ્ટેશનમાં (Ahmedabad Police) ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથધારી છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી સુચિત્રા પાલ જે NGO ચલાવે છે, તેમને બાતમી મળી હતી કે રામદેવપુરાની ચાલી માધવપુરાના તાવડીપુરા ખાતે ઇન્ડિયન ગેસ સિલિન્ડરની ડિલીવરી આપવા આવતો કર્મચારી ગેસ સિલન્ડરના અંદરથી ગેસની ચોરી કરી રહ્યો છે. છેલ્લા બે મહિનાથી આ પ્રકારે ડિલવરી કર્મચારી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યો છે. થોડા સમય પહેલા આ વિસ્તારમાં ગેસ ઓછો આવતો હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. જે બાતમીના આધારે ફરિયાદી આજરોજ પોતાના સાથીદારોને સાથે રાખી માધવપુરા વિસ્તારમાં આવેલા તાવડીપુરા ખાતે પહોંચ્યા હતા. તે દરમિયાન ફરિયાદી ગેસ સિલન્ડરથી ભરેલા વાહન પાસે ગયા હતા. તેમણે ત્યાં જોતા બે વ્યકિતઓ ઘરેલુ ગેસ સિલન્ડરમાંથી અન્ય ખાલી ગેસ સિલન્ડરમાં ગેસ રિફલિંગ કરતા હતા. આ દરમિયાન ફરિયાદી ગેરકાયદેસર ગેસ રિફલિંગ કરતા ડિલવરી કરતા કર્મચારીને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક વ્યક્તિ ભાગી ગયો હતો. પકડાયેલા કર્મચારીની પૂછપરછ કરતા તેણે પોતનું નામ મીઠા મકવાણા જણાવ્યું હતું.
આ સમ્રગ મામલે ફરિયાદીએ ઇન્ડિય એજન્સીના લોકોને જાણ કરી હતી, જે બાદ એજન્સીના અન્ય કર્મચારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમજ ગેરકાયદેસર રીતે ગેસ સિલન્ડરમાંથી આર્થિક નફો મેળવવાનો હેતુથી ગેસ ચોરીની કરનાર આરોપીને ફરિયાદીએ માધવપુરા પોલીસને સુપરત કર્યો હતો. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








