Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદની SVP હોસ્પિટલમાં ફરી કાટમાળ તૂટી પડ્યો, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહમાં...

અમદાવાદની SVP હોસ્પિટલમાં ફરી કાટમાળ તૂટી પડ્યો, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહમાં છે?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ફરી એક વખત અમદાવાદની (Ahmedabad) SVP હોસ્પિટલની(SVP Hospital) પોલ ખોલતી ઘટના સામે છે. તાજેતરમાં જ SVP હોસ્પિટલની છતનો ભાગ ધરાશાયી થયાની ઘટના સામે આવી હતી. ત્યારે ફરી એક વખત ગતરોજ SVP હોસ્પિટલમાં છતનો ભાગ તૂટી પડ્યો હતો. જેના પગલે હોસ્પિટલ તંત્ર પર સવાલો પેદા થઈ રહ્યા છે. મહત્વની વાત છે કે રાજ્યભરમાંથી દર્દીઓ SVP હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે આવતા હોય છે. પરંતુ હોસ્પિટલની હાલત જોતા લાગે છે કે હોસ્પિટલને ખુદને સારવારની જરૂર છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદની જાણીતી SVP હોસ્પિટલમાં ગઈકાલે 12માં માળે છતનો કેટલોક ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં 12માં માળે આવેલા ડાયાલિસિસ વોર્ડમાં અચાનક છતનું POP સહિતના ભાગનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું છે. આ અંગે SVP હોસ્પિટલના CEO ડો.સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ‘રવિવારના દિવસે હોસ્પિટલના 12માં માળે આવેલા ડાયાલિસિસ વોર્ડમાં RCCની છતમાં લાગેલી POPની શીટ તૂટી ગઈ હતી. આ બનાવમાં 5 જેટલી શીટ તૂટી છે. જે જગ્યા પર આ બનાવ બન્યો હતો ત્યાં દર્દીઓના બેડ નથી, ચાલવાના પેસેજ છે તે જગ્યા પર શીટ તૂટવાનો બનાવ બન્યો છે. આ બનાવમાં કોઈ જાનહાનિ સામે આવી નથી.’

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, SVP હોસ્પિટલમાં ગુજરાત સિવાય બહારના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. આ હોસ્પિટલમાં મેડિકલ, પેરામેડિકલ અને અન્ય સ્ટાફને મળીને કુલ 5000 લોકો કામ કરે છે. તેવામાં ગઈકાલે છત ધરાશાયી થઈ હતી પરંતુ સદનસીબે કોઈ અઘટીત ઘટના ઘટી ન હતી. પરંતુ SVP હોસ્પિટલમાં છતનો ભાગ ધરાશાયી થવાનો આ પહેલો બનાવ નથી, અગાઉ પણ આ રીતે છતનો ભાગ પડવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે અહીં દર્દીને તંદુરસ્ત કરતા પહેલા હોસ્પિટલને તંદુરસ્ત કરવામાં આવે તેવી માગ ઊભી થઈ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular