Sunday, September 27, 2026
HomeGujaratAhmedabadગુજકોમાસોલમાં ચાલી રહ્યો છે બખેડો, દિલીપ સંઘાણીના વહિવટ પર ડિરેકટર્સનો અવિશ્વાસ

ગુજકોમાસોલમાં ચાલી રહ્યો છે બખેડો, દિલીપ સંઘાણીના વહિવટ પર ડિરેકટર્સનો અવિશ્વાસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: રાજ્યની સહકારી સંસ્થા ગુજકોમાસોલ (ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન લી.)માં ઘમાસાણ સર્જાયું છે. જેના પગલે રાજ્યના રાજકારણમાં પણ વિવિધ ગુફ્તેગુ શરૂ થઈ ગઈ છે. જેમાં ગુજકોમાસોલના (Gujcomasol) 31માંથી 23 ડિરેક્ટરોએ સહકારીતા મંત્રી અમિત શાહને પત્ર લખી ચેરમેન દિલીપ સંઘાણી (Dileep sanghani) પર અવિશ્વાસનો આરોપ લગાવ્યો છે. આમ હવે ગુજકોમાસોલમાં નજીકના દિવસોમાં અણધાર્યા તોફાનની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.

મળતી વિગતો અનુસાર ગુજકોમાસોલના 23 ડિરેક્ટરોની સહી સાથેનો એક પત્ર અમિત શાહને લખવામાં આવ્યો છે. જે પત્રમાં ચેરમેન દિલીપ સંઘાણીના વહિવટ પર અવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. 15 મેના રોજ લખવામાં આવેલા આ પત્રના વિષયમાં જણાવાયું છે કે, 03 ઓગસ્ટ 2022ના રોજ બોર્ડ ઓફ ડિરેકટર્સની મિટિંગમાં ચેરમેનને આપેલા અધિકારો પરત ખેંચવા બાબત. સાથે જ તેમાં જણાવાયું છે બોર્ડે નેશનલ એગ્રી. કો. ઓ. માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા – ન્યૂ દિલ્હી, ઈન્ડિયન ફાર્મસ ફર્ટિલાઈઝર કો. ઓપ. લી. – ન્યૂ દિલ્હી તેમજ ઈન્ડિયન પોટાશ લિ. – ચેન્નાઈમાં પ્રતિનિધિઓની નિમણૂક સત્તા પણ આ પત્રમાં સહિ કરનાર ડિરેક્ટર્સ પરત ખેંચી રહ્યા છે.

- Advertisement -

આ ઉપરાંત પણ કેટલીક સંસ્થાઓની સત્તા પણ પરત ખેંચવાની વાત આ પત્રમાં લખવામાં આવી છે. મહત્વની વાત છે કે આ વાત ત્યારે સામે આવી જ્યારે ડિરેક્ટર્સ જેઠાભાઈ ભરવાડ, ગોવિંદભાઈ પરમાર, સતિષભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, ચંદ્રકાન્તભાઈ પટેલ, મનુભાઈ ખુંટી, વજુભાઈ ડોડીયા, ભીખાભાઈ પટેલ, તેજસકુમાર પટેલ, નવનીતભાઈ પટેલ, સુનીલભાઈ પટેલ, પંકભાઈ પટેલ, મગનભાઈ વડાવીયા, મનોજકુમાર પટેલ, રસીકભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, અમરભાઈ દેસાઈ, પ્રજીતસિંહ રાઠોડ, કરસનભાઈ જલુ, મહેશભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ અને સ્નેહલકુમાર પટેલની સહીઓ કરાઈ હોય તેવો પત્ર સામે આવ્યો છે.

TAG: Gujcomasol Dileep Sanghani

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular