Wednesday, July 8, 2026
HomeGujaratસરકારી યોજનાના લાભાર્થીને ગાંધીનગરના અધિકારીની ઓળખ આપી કરી 90 હજારની છેતરપિંડી

સરકારી યોજનાના લાભાર્થીને ગાંધીનગરના અધિકારીની ઓળખ આપી કરી 90 હજારની છેતરપિંડી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કડી: Kadi Cyber Crime News: આજના ડિજિટલ સમયમાં હવે સરકારી યોજનાઓના લાભ મેળવવા સરળ તો બની ગયા છે, પરંતુ બધી સુવિધાઓ ઓનલાઈન હોવાના કારણે ઘણી વાર કેટલાક લાભાર્થીઓને છેતરપિંડીનો (Fraud) ભોગ પણ બનવું પડતું હોય છે. સરકારની કોઈ પણ યોજનામાં લાભાર્થીના ખાતામાં સીધી રકમ જમા કરવામાં આવે છે, જેથી વચેટીયા વગર સીધો જ ફાયદો જરૂરીયાતમંદ લોકોના મળે તે માટે સરકાર હવે ડિજિટલ પ્લેટફોર્મને મહત્વ આપી રહી છે. તેવામાં કડી (Kadi News) તાલુકાના ખાવડનાં લાભાર્થીના ખાતામાંથી ગાંધીનગરના અધિકારીની (Gandhinagar Officer) ઓળખ આપી 90 હજારની છેતરપિંડી આચરી હોવાની ઘટના બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. જે અંગે બાવલુ પોલીસ સ્ટેશન (Bavlu Police station) ફરીયાદ નોંધાવવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, કડી તાલુકાના ખાવડમાં આંગણવાડી કાર્યકર કાજલબેને ફરીયાદમાં જણાવ્યું છે કે , ગાંધીનગરથી એક વ્યક્તિનો કોલ આવ્યો હતો. જેમાં તે વ્યક્તિએ પોતે ગાંધીનગરથી અધિકારી હોવાની ઓળખ આપી હતી અને કાજલબેન પર આક્ષેપ લગાવ્યો હતો કે, તમે પોષણ આહારના લાભાર્થીઓને લાભ પહોંચાડતા નથી. જેથી કાજલબેને ખરાઈ કરવા માટે કોન્ફરન્સના માધ્યમથી એક લાભાર્થી રમેશ ઠાકોર સાથે વાત કરવી હતી. આ વાતચીત દરમિયાન ગાંધીનગરના અધિકારી તરીકે ઓળખ આપનારા વ્યક્તિએ રમેશ ઠાકોરને વાતોમાં ફસાવીને બેંકની વિગતો મેળવી લીધી હતી અને રમેશ ઠાકોરના ખાતામાંથી 90 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.

- Advertisement -

આ બાબતે રમેશ ઠાકોર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “ગાંધીનગરના અધિકારીએ કાજલબેનના ફોન દ્વારા વાત કરી હતી અને રાશનનો પૂરતો જથ્થો મળે છે કે નહીં તે અંગે ખરાઈ કરી હતી. ત્યાર બાદ ડિલિવરીના 4000 રૂપિયા મારી પત્નીના ખાતામાં જમા થયા છે કે નહીં તે અંગે પૂછ્યું હતું. ત્યાર બાદ જણાવ્યું હતું કે બીજા 1600 રૂપિયા તમને આપવાના છે, પરંતુ તમારું આધાર કાર્ડ લિંક નથી એટલે તમને લાભ મળી નથી રહ્યો. તેમણે મારો ખાતા નંબર માગતા મે તેમને આપ્યો હતો. થોડા સમય બાદ મારા નંબર પર 12 આંકડાનો એક નંબર આવ્યો હતો. તે નંબર આપતા જ તરત મારા ખાતામાંથી 90000 રૂપિયા કપાઈ ગયા હતા.”

આ અંગે બાવલુ પોલીસ સ્ટેશનના PSI રાઠોડ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, “જેવી ઘટનાની જાણ પોલીસને થઈ તરત જ અમે ઓનલાઈન 1930 પર સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી બેંકનું ખાતું સીઝ કરાવી દીધુ હતું અને રમેશજીના ખાતામાંથી ગયેલી રકમ પણ પરત આવી ગઈ છે.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular