Tuesday, June 23, 2026
HomeGujaratSuratસુરતમાં ઇલેક્ટ્રિક્સની દુકાનમાંથી વાયરોથી વિંટાળયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો

સુરતમાં ઇલેક્ટ્રિક્સની દુકાનમાંથી વાયરોથી વિંટાળયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં (Surat) એક યુવકે પોતાની જ દુકાન આપઘાત (Suicide) કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં સુરતના મગદલ્લા રોડ પર કોમલ સર્કલ પાસે આવેલા શોપિંગ કોમ્પલેક્ષમાં ગણેશ ઇલેક્ટ્રિક્સમાં બંધ દુકાનમાં માલિકનો વાયરોથી વિંટળાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ પત્નીએ ખટોદરા પોલીસને (Khatodara Police) કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસ તપાસમાં યુવકે પોતાની જાતને કરંટ લગાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં યુવકે કયા કારણે આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથધરી છે.

પ્રાથમિક જાણકારી મુજબ, સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા દયાનંદ નંદકિશોર કોમલ સર્કલ પાસે આવેલા કોમ્પલેક્ષમાં ગણેશ ઇલેકટ્રિક્સ નામની દુકાન ધરાવે છે. તેની પત્ની કવિતા પતિના દુકાનની આગળની ગલીમાં એબ્રોડરી ડિઝાઇનિંગનું કામ કરતી હતી. જેના કારણે પતિ-પત્ની રોજ એક સાથે જ આવતા જતા હતા. ગતરોજ શુક્રવારે 9 વાગ્યાના અરસામાં પત્ની કવિતાએ દયાનંદને કોલ કર્યો હતો. કોલ ન ઉપાડતા તેઓ પતિની દુકાન પહોંચ્યા હતા, જ્યાં દુકાનનું શટર એક ફૂટ જેટલું ખુલ્લુ હતું. જ્યાં તેમણે શટર ઉઠાવીને જોતા તેમના પતિ ખુરશી પર બંને હાથો વાયરોથી વિંટાળાયેલા હાલતમાં મૃત પડ્યા હતા. પત્ની કવિતાએ પતિ પાસે જઈ ટચ કરતા કરંટ લાગ્યો હતો.

- Advertisement -

આ સમ્રગ મામલે પત્નીએ ખટોદરા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકની તપાસ કરતા તેણે પોતાની જાતે જ કરંટ લગાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો અને યુવકે કયા કારણોસર આપઘાત કર્યો છે, તે દિશામાં તપાસ હાથધરી છે.

Tag: Surat Crime News Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular