Friday, April 17, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના SP રિંગ રોડ પર યમરાજ બની કાર મહિલા પર ફરી વળી

અમદાવાદના SP રિંગ રોડ પર યમરાજ બની કાર મહિલા પર ફરી વળી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) અકસ્માતની ઘટના (Accident) દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના શહેરના વસ્ત્રાલ વિસ્તારમાંથી સામે આવી છે. બેફામ કારચાલકે મહિલા અને બાળકીને ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે બાળકી દૂર ફંગોળાતા બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતને પગલે લોકોએ ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને (Traffic Police) કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમાર્ટમ હોસ્પિટલ મોકલી અજાણ્યા કારચાલક સામે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી કાચચાલકની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, ગતરોજ શુક્રવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં વસ્ત્રાલ રિંગરોડ પરથી મહિલા તેમની બાળકી સાથે પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રોડ પર યમરાજ બની બેફામ દોડી રહેલી કારે પાછળથી મહિલાને જોરદાર ટક્કર મારી હતી, જેમાં મહિલા હવામાં ફૂટબોલની માફક ફંગોળાઈ જમીન પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. ત્યારે સાથે રહેલી બાળકી રસ્તાની સાઈડમાં પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના પગલે આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. અકસ્માત સર્જી કાર ચાલક ભાગી ગયો હતો. અકસ્માતના ઘટનાની જાણ લોકો દ્વારા ટ્રાફિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. મહિલાના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

- Advertisement -

પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાના પરિવારને આ સમ્રગ મામલે જાણ કરી હતી જેના પગલે મહિલાના પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ટ્રાફિક પોલીસે અજાણ્યા કારચાલક સામે અકસ્માત અંગેનો ગુનો નોંધી આજુબાજુના CCTVના આધારે આરોપીની ધરપકડ કરવા તપાસ તેજ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular