નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ ગુજરાતના ચકચારી ડમીકાંડ કેસમાં (Dummy Kand News) પોલીસે વધુ ત્રણ આરોપીને પકડી પાડવામાં સફળ થઈ છે. ભાવનગર પોલીસ (Bhavnagar Police) દ્વારા અગાઉ 53 લોકોની ડમીકાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે આજે વધુ ત્રણ આરોપીઓ પકડાતાં ડમીકાંડ કેસમાં (Bhavnagar Dummy Case) આરોપીઓની સંખ્યા 56 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર પોલીસે ડમીકાંડ કેસમાં 58 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
કેટલાક મહિના અગાઉ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) ડમીકાંડ ઉજાગર કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ આ ડમીકાંડમાં પકડાયેલા એક આરોપી દ્વારા જ યુવરાજસિંહે તોડ કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. જેના કારણે હવે યુવરાજસિંહ પણ જેલના સળિયા ગણી રહ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ ડમીકાંડ ઉજાગર કર્યા બાદ ભાવનગર પોલીસ દ્વારા એક SITની રચના કરવામાં આવી હતી અને તપાસ કરતાં અત્યાર સુધી 56 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
આજે ભાવનગર SOGએ રમણીક બારૈયા, ચંદુ પંડ્યા અને કલ્પેશ પંડ્યાની ધરપકડ કરી છે. આ કેસમાં હજુ 2 આરોપીઓ પકડાવવાના બાકી છે. આ ઉપરાંત પણ તપાસમાં હજુ વધારે નામ ખૂલવાની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








