Saturday, May 23, 2026
HomeGujaratRajkotરાજકોટમાં દારૂના નશામાં ભાજપના મંત્રીએ કર્યા ભડાકા, પોલીસે બે ગુના નોંધી કરી...

રાજકોટમાં દારૂના નશામાં ભાજપના મંત્રીએ કર્યા ભડાકા, પોલીસે બે ગુના નોંધી કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Firing News: ભાજપના મંત્રીએ રાજકોટ શહેરમાં (Rajkot City) મુતરડી બંધ કરવા જેવી નજીવે બાબતે બંદૂકથી ભડાકા કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. જેમાં શહેર ભાજપના મંત્રી (BJP Leader) કરણ રાજુભાઈ સોરઠીયા (Karan Sorathiya) વિરૂધ્ધ દારૂ અને ફાયરિંગ (Firing) કરી હત્યાની કોશીષના અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે કરણ સોરઠિયાના માતા અને પિતા બંને ભાજપના કોર્પોરેટર રહી ચૂક્યા છે.

મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રીના 9 વાગ્યા આસપાસ રાજકોટ શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે સુલભ શૌચાલય પર બબાલ થઈ હતી. નજીવી બાબતે થયેલી આ બબાલમાં નશામાં ધૂત શહેર ભાજપના મંત્રી કરણ સોરઠિયાએ બે રાઉન્ડ ફાયરિંગ કરતા ઘટના સ્થળે નાસભાગ મચી ગઈ હતી. આ મામલે વનરાજભાઈ ચાવડાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં (Bhaktinagar Police Station) ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કિરણને ઘટના સ્થળેથી ઝડપી લઈ પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ તેમજ હત્યાની કોશીષના બે અલગ-અલગ ગુના નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગતરોજ રાત્રિના સમયે સોરઠિયાવાડી સર્કલ નજીક આવેલા સુલભ શૌચાલય પર કરણ શોચક્રિયા માટે ગયો હતો. પરંતુ શૌચાલયના કર્મચારીએ નવ વાગ્યાના અરસમાં શૌચાલય બંધ કરી દિધું હતું. જેથી ગુસ્સે ભરાયેલો કરણ કર્મચારી સાથે માથાકુટ કરી મારકુટ કરી રહ્યો હતો. આ જ સમયે ત્યાં નજીકમાં આવેલા ડિલક્સ પાનની દુકાનના સંચાલક વનરાજ ચવાડા પણ શૌચક્રિયા માટે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ઝઘડો ચાલતો જોય તેમણે મારકુટ કરી રહેલા કરણને અટકાવવાનો પ્રયાસ કરતા કરણે તેમની સાથે પણ ઝઘડો કર્યો હતો.

વનરાજ ચાવડા સાથે ઝઘડો કરી રહેલા કરણે રોફ બતાવતા પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢી બતાવી હતી. જેના પગલે વનરાજ ચાવડાએ પોલીસ બોલાવતા આરોપી વધારે ગુસ્સે ભરાયો હતો. બાદમાં કરણે રિવોલ્વર કાઢી તેમાંથી હવામાં ફાયરિંગ કરવાનું શરુ કર્યું હતું. જેના પગલે વનરાજભાઈ અને તેના કાકાએ આરોપી કરણ પાસે રહેલી રિવોલ્વર પકડી લીધી હતી.આ દરમિયાન કરણે ફરી ફાયરિંગ કરી વનરાજભાઈની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ માથાકૂટ અને ફાયરિંગનો બનાવ ચાલી રહેલો હતો એ અરસામાં પોલીસ પણ આવી પહોંચતા મામલો કાબૂમાં આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલા પોલીસકર્મીઓએ રિવોલ્વર કબ્જે કરી આરોપી કરણની અટકાયત કરી હતી. બાદમાં આરોપી શહેર ભાજપનો મંત્રી કરણ રાજુભાઈ સોરઠિયા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે કેટલાક રાજકીય માથાઓ પણ દોડતા થયા હતા અને કરણને છાવરવાનો નિર્થક પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. પરંતુ પોલીસે મોડી રાત્રે મક્કમ થઈ ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી.

- Advertisement -

આ મામલે ભક્તિનગર પોલીસે આરોપી કરણ વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 307 અને 504 તેમજ હથિયાર ધારાની કલમ 25 (1-બી)(એ) અને 27 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરતા નવો ખુલાસો સામે આવ્યો હતો. જેમાં આરોપી કરણ સોરઠિયા નશાની હાલતમાં હોવાનું સામે આવતા પોલીસે બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કરતા કરણ દારૂના નશામાં હોવાનું ફલિત થયું હતું. આમ પોલીસે આરોપી કરણ વિરૂધ્ધ પ્રોહિબિશનની કલમ 66 (1)બી અને 85 (1) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Tag: Firing in Rajkot, Rajkot Crime News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular