Friday, June 5, 2026
HomeGujaratGandhinagarગુજરાત સરકારનો યુ ટર્ન, જ્ઞાનસેતુ પ્રોજેક્ટની મોટી-મોટી જાહેરાતો બાદ આજે લેવાયો રદ...

ગુજરાત સરકારનો યુ ટર્ન, જ્ઞાનસેતુ પ્રોજેક્ટની મોટી-મોટી જાહેરાતો બાદ આજે લેવાયો રદ કરવાનો નિર્ણય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાત સરકારે (Gujarat Government) ફરી એક વાર યુ ટર્ન લીધો છે. ગત જાન્યુઆરી માહિનામાં જાહેર કરેલી યોજના ‘જ્ઞાનસેતુ’ આજે એકાએક રદ કરી કરી દેવામાં આવી છે. અગાઉ જે વિદ્યાર્થીઓના શિક્ષણનો ખર્ચ ગુજરાત સરકાર ઉપડવાની હતી, તેની જગ્યાએ હવે એવું જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીના ખાતામાં સીધા 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ પ્રોજેક્ટ રદ થવાથી નુકશાન તો વિદ્યાર્થીઓને જ થઈ રહ્યું છે. કરણ કે સરકાર વિદ્યાર્થીઓને માત્ર 20 હજાર રૂપિયા જ ચૂકવશે, જો ખાનગી શાળાની ફી 20 હજારથી વધારે હોય તો ઉપરની રકમ વિદ્યાર્થીઓએ જાતે ચૂકવવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનગી શાળામાં ફી કેટલી હોય છે તે તો ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ ખૂબ સારી રીતે જાણે છે.

ગુજરાત સરકારના આ નિર્ણય બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જેમ કે પ્રાથમિક રીતે આ પ્રોજેક્ટ શરૂ કેમ કરવામાં આવ્યો હતો ? અને જો તેનો ઉદેશ્ય ગરીબ વિદ્યાર્થીઓને ઉચ્ચ અને સારું શિક્ષણ મળે તે હતો, તો હવે આ પ્રોજેક્ટને રદ કેમ કરી દેવામાં આવ્યો છે. સરકારે આ લખાય છે ત્યાં સુધી આ પ્રોજેક્ટ રદ કરવા પાછળ કોઈ સ્પષ્ટતા કરી નથી. શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા જ્ઞાનસેતુ પ્રોજેક્ટમાં (Gyansetu Proect) એડમિશન આપવા માટે પરીક્ષા પણ લેવામાં આવી હતી, જેનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી અને હવે આ પ્રોજેક્ટ જ રદ કરી દેવામાં આવ્યો છે.

- Advertisement -

શું છે જ્ઞાનસેતુ પ્રોજેક્ટ ?

આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતાં હોંશિયાર વિદ્યાર્થીઓને જ્ઞાનસેતુ અંતર્ગત જે શાળાઓ શરૂ કરવામાં આવશે તેમાં ભણાવવામાં આવશે, જેથી આ બાળકો ધોરણ 6થી 12 સુધી સારી ગુણવત્તાનું શિક્ષણ મળી રહે. જેમાં પ્રાથમિક તબક્કે 400 શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અને દરેક શાળામાં 500 વિદ્યાર્થીઓની ક્ષમતા હશે. પરંતુ હવે આ પ્રોજેક્ટ રદ કરીને વિદ્યાર્થીઓને સીધા ખાતામાં 20 હજાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ રદ કેમ કરવામાં આવ્યો ?

આ પ્રોજેક્ટની જાહેરાત બાદ જાન્યુઆરી મહિનાથી જ ખાનગી શાળાઓના સંચાલકો આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ અંગે સરકાર દ્વારા એક કમિટી પણ રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા સંચાલકોને વિશ્વાસમાં લઈને પ્રોજેક્ટને સમર્થન કરવા પણ કહેવામા આવ્યું હતું. છતાં સંચાલકો દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ કરવાં આવી રહ્યો હતો. જ્યારે બીજી તરફ નિષ્ણાતો એવું પણ માનતા હતા કે આ પ્રોજેક્ટના કારણે નબળા વિદ્યાર્થીઓએ સાથે અન્યાય થઈ રહ્યો છે. અને સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો ફાજલ જઈ શકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular