Tuesday, March 17, 2026
HomeGujaratAhmedabadલોકસભા પહેલા કોંગ્રેસની માઠી બેઠી કે શું? ભાજપના આંગણે કોંગ્રેસીઓની અવર-જવર દેખાઇ

લોકસભા પહેલા કોંગ્રેસની માઠી બેઠી કે શું? ભાજપના આંગણે કોંગ્રેસીઓની અવર-જવર દેખાઇ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) યોજાવાની છે. તે પહેલા જ ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) પક્ષપલટાની સિઝનની શરૂઆત થવાની હોય તેવા એંધાણ મળી રહ્યા છે. કારણ કે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા અને એક દિવંગત દિગ્ગજ નેતાના પુત્ર પણ ભાજપમાં જોડાવાના હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરવાની શરૂઆત કરી દિધી છે. એવામાં કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ ભાજપ સાથે જોડાય તેવી ચર્ચાઓ સામે આવી રહી છે. આ ચર્ચાઓ ત્યારે શરૂ થઈ જ્યારે આજરોજ સવારે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C R Patil) સાથે હોય તેવો ફોટો સામે આવ્યો હતો. આ ફોટો સામે આવતા જ કોંગ્રેસના નેતાઓ દોડતા થયા હતા પરંતુ ત્યારે જ કોંગ્રેસના (Congress) પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી (Gova Rabari) પણ ભાજપમાં (BJP Gujarat) જોડાય તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

- Advertisement -

પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી ભાજપમાં જોડાય તેવી શક્તાઓ વ્યક્ત થઈ રહી છે કારણ કે આવતીકાલે તેઓ ભાજપના સી.આર. પાટીલ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે. આ સમાચાર સામે આવતા જ કેટલીક અટકળો વચ્ચે રાજકારણ પણ ગરમ થઈ ગયું છે. સાથે જ ચર્ચાએ જોર પકડ્યું છે કે ગોવા રબારી આવતીકાલે સત્તાવાર ભાજપમાં જોડાવાની જાહેરાત કરી શકે છે. તેમજ ગોવા રબારીને ભાજપ દ્વારા ઉત્તર ગુજરાતની મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

મહત્વની વાત છે કે રાજકીય આલમમાં ચર્ચાઓ ચાલી રહી છે કે લાંબા સમયથી ગોવા રબારી કોંગ્રેસના નેતૃત્વથી નારાજ ચાલી રહ્યા છે. જેના પરિણામે ગોવા રબારી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોવા રબારીની રાજકીય કારકિર્દીની શરૂઆત બાદ તેઓ કોંગ્રેસ તરફથી 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ સૌ પ્રથમ વર્ષ 1995માં ધાનેરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત હાંસલ કરી હતી. બાદમાં તેઓ દિયોદર બેઠક પરથી ચૂંટણી લડ્યા પણ તેમાં તેઓ સફળ રહ્યા ન હતા. બાદમાં તેઓ બે વખત ડિસાથી (Deesa) વિધાનસભાની ચૂંટણી લડી જીત્યા હતા.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular