નવજીવન ન્યૂઝ.સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં (Surendranagar) છેલ્લા ઘણા વર્ષોથી ખનીજ માફિયાઓ (Mining Mafia) ખનીજ ચોરી કરી રહ્યા છે. જોકે આ અંગે નવજીવન ન્યૂઝ સતત બેફામ બની રહેલા ખનીજ માફિયાઓ અને પોલીસની મીલિભગત અંગે અહેવાલો પ્રસિદ્ધ કરી રહી છે. જેના કારણે કેટલીક જગ્યાએ ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નોંધપાત્ર કાર્યવાહી પણ કરવામાં આવી હતી. છતાં પણ ખનીજ માફિયાઓને છાવરવામાં કેટલાક પોલસકર્મીઓની વરવી ભુમિકા અંગે પણ નવજીવન ન્યૂઝે (Navajivan News) અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા. ત્યારે આજરોજ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે (SP Haresh Dudhat) સુરેન્દ્રનગર SOG અને LCB શાખાનું વિસર્જન કરી નાખ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસવડા હરેશ દુધાતે આજે એક સાથે LCB અને SOG શાખાનું વિસર્જન કરી નાખતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મહત્વની વાત છે કે, સુરેન્દ્રનગરના મુળી, થાન, સાયલા તાલુકામાં લાંબા સમયથી કાર્બોસેલ સહિતીની ખનીજ ચોરી ચાલી રહી હતી. જે ખનીજ ચોરી માટે બેફામ બનેલા માફિયાઓ વિરુદ્ધ જવાબદાર પોલીસ વિભાગો જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યા હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. ત્યારે હવે જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત ઉંઘમાંથી ઉઠ્યા હોય તેમ જિલ્લાની LCB અને SOGનું વિસર્જન કરી દીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓને પોલીસ છાવરતી હોવાના સતત આરોપો અને કેટલાક પોલીસકર્મીનું શંકાસ્પદ ભૂમિકાની વાત છેક ગાંધીનગર સુધી પહોંચતા આ કાર્યવાહી થઈ હોવાનું માનવામાં આવે છે. જોકે હવે LCB અને SOGમાં અન્ય પોલીસકર્મીઓની નિમણૂક માટે રિપોર્ટ મેળવવાની શરૂઆત કરવામાં આવી છે. આ રિપોર્ટમાં જે પોલીસકર્મીની કામગીરી સારી હશે તેવા પોલીસકર્મીને LCB અને SOG શાખામાં લેવામાં આવશે તેવી પણ હાલ ચર્ચાઓ ચાલી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








