નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં દારૂ બાદ હવે નશીલા પર્દાથના સેવન પ્રમાણ વધ્યું છે. અ્ત્યાર સુધી પેડલરો પોતાની ખાનગી કાર, બસમાં નશીલા પર્દાથનો જથ્થો લવાતા હતા, ત્યારે આ વખતે ટ્રેનમાં અન્ય રાજ્યમાંથી લવાતો નશીલા પર્દાથના (Narcotics) જથ્થાનો વડોદરા SOGએ પ્રર્દાફાશ કર્યો છે. બે પેડલરો ઓરિસ્સાથી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજો લઇને સુરત ખેપ મારવા જઈ રહ્યા હતા. તે દરમિયાન સુરતના યુવાનો સુધી આ નશીલા પ્રદાર્થનો જથ્થો પહોંચે, તે પહેલા વડોદરા SOGની (Vadodara SOG) ટીમે ચોક્કસ બાતમીના અધારે સુરત રેલ્વે સ્ટેશન (Surat Railway Station) પરથી પૂરી ગાંધીધામ એકસપ્રેસમાંથી 42 કિલો ગાંજા (Ganja) સાથે બે પેડલરની (Peddler) ધરપકડ કરી છે. પેડલરો જથ્થો કોની પાસેથી લાવ્યા હતા અને કોને મોકલવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા SOGની ટીમને બાતમી મળી હતી કે, ઓરિસ્સા થી ગાંધીધામ જતી ટ્રેન નંબર 12994માં ગાંજાની હેરાફેરી થઈ રહી છે. બે પેડલરો દ્વારા ગાંજોનો જથ્થો સુરત તરફ લાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના અધારે વડોદરા SOGની ટીમે સુરત રેલ્વે સ્ટેશન પર વોચ ગોઠવી પૂરી ગાંધીધામ એકસપ્રેસમાં બાતમીવાળા કોચમાં દરોડો પાડ્યો હતો. શંકાસ્પદ બે જેટલા યુવકને બોલાવી તેમની બેગની તપાસ કરતા બે પેડલરોના બેગમાંથી 42 કિલો જેટલો ગાંજોનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 4 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.
વડોદરા SOGની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરી સુરત રેલ્વે સ્ટેશન ખાતે પેડલરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ આરોપીની ધરપકડ કરી ગાંજોનો જથ્થો ઓડિશામાંથી ક્યાંથી લાવ્યા હતા અને સુરતમાં કોને આપવાના હતા તે દિશામાં સઘન પૂછપરછ હાથધરી છે.
TAG: Vadodara News, Vadodara SOG Operation
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796