Thursday, April 23, 2026
HomeGujaratGandhinagarબિપરજોય ચક્રવાતનો સુરત પર ખતરો! 42 ગામો એલર્ટ પર, ડુમસ અને સુવાલી...

બિપરજોય ચક્રવાતનો સુરત પર ખતરો! 42 ગામો એલર્ટ પર, ડુમસ અને સુવાલી બીચ બંધ રખાશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ અરબી સમુદ્રમાં લો પ્રશરના કારણે સર્જાયેલા બિપરજોય વાવાઝોડાનું (Biparjoy cyclone) સંકટ ઊભું થયું છે. જોકે આ વાવાઝોડું 4 કિલોમીટરની ઝડપે ઉત્તર તરફ આગળ વધીને ચક્રવાતમાં ફેરવાયું છે. જેના કારણે ગુજરાતના (Gujarat) તમામ બંદરોને એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યા છે. બિપરજોયના કારણે ગુજરાતના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ પણ લગાવામાં આવ્યું છે. ત્યારે બિપરજોય ચક્રવાતને લઈને ગુજરાત સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને બેઠકોનો દૌર શરૂ કર્યો છે.

બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં લઈને ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બપોરે 12 વાગે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. જ્યારે બપોરે બે વાગ્યે મંત્રી ઋષિકેશ પટેલ બેઠક યોજાશે. જેમાં તમામ જિલ્લા કલેકટર સાથે ઋષિકેશ પટેલ વિડિયો કોન્ફરન્સ કરશે. સાથે જ બપોરે ચાર વાગ્યે વેધરવોચ કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં મહેસુલ સચિવ, હવામાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, NDRF અને SDRFની હાજર રહેશે. આ બેઠકમાં સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા માટે આયોજન કરવામાં આવશે, સાથે જ અન્ય એજન્સીની મદદ લેવા માટે પણ ચર્ચા કરવામાં આવશે.

- Advertisement -

બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, સાથે જ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. બેડીબંદર, નવાબંદર, રોઝીબંદર, સિક્કા, ઓખા બંદર, સાલાયા બંદર, નવીબંગદર સહિતના બંદરો પર બે નંબરના સિગ્નલ આપવામાં આવ્યા છે. ચક્રવાતને લઈને દક્ષિણ ગુજરાતમાં પણ તંત્ર એલર્ટ બન્યુ છે. સાવચેતીના ભાગ રૂપે સુરતનો ડુમસ અને સુવાલી બીચ પણ બંધ રાખવામાં આવશે. આ ચક્રવાતની અસર સુરતના ત્રણ તાલુકાને થવાની શક્યતા છે. જેને લઈને ચોર્યાસી, મજુરા અને ઓલપાડના 42 ગામોને એલર્ટ કરીને જરૂરી સુચનો આપી દેવામાં આવ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular