Saturday, May 23, 2026
HomeGujaratRajkotરાજકોટમાં ખાતરની આડમાં લવાતા દારૂને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો

રાજકોટમાં ખાતરની આડમાં લવાતા દારૂને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં દારૂબંધીના કાયદાને બુટલગર્સ ઘોળીને પી ગયા હોય તે પ્રકારે રોજ બરોજ રાજ્યમાંથી દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. બુટલેગર્સ પોલીસને ચકમો આપવા માટે અવનવા કિમિયાઓ અપનાવીને દારૂનો જથ્થો ઘુસાડતા હોય છે. ત્યારે રાજકોટમાં (Rajkot) પણ ખાતરની આડમાં દારૂનો જથ્થો ઘુસાડવામાં (Liquor Smuggling) આવી રહ્યો હતો. જોકે આ ચાલાક બુટલેગરનો કિમિયો (Bootlegger Idea) રાજકોટ ક્રાઈમ બ્રાંચે (Rajkot Crime Branch) નિષ્ફળ બનાવીને દારૂનો જથ્થો શહેરમાં ઠલવાય તે પહેલા જ ઝડપી પાડ્યો છે.

રાજકોટ ક્રાઈમબ્રાંચને બાતમી મળી હતી કે, રાજકોટના રતનપર ગામ બસ સ્ટેશન પાસેથી દારૂનો જથ્થો લઈને એક ટ્રેક્ટર પસાર થવાનું છે. માહિતીના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાંચના કર્મીઓ રતનપર ગામ બસ સ્ટેન્ડ પાસે વોચમાં ગોઠવાયા હતા. આ દરમિયાન રતનપર ગામ બસ સ્ટેશન નજીક ગીર ડેરી ફાર્મના સામેના હાઈવે રોડ પર નંબર વગરનું ટ્રેકટર પસાર થતાં તેને અટકાવીને તલાસી લેવામાં આવી હતી. જોકે પ્રથમ નજરે ટ્રેક્ટરમાં માત્ર ખાતર જોવા મળ્યું હતું. પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતાં ખાતરની નીચેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

- Advertisement -

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેક્ટરમાં ખાતરની આડમાં લવાતી વિદેશીદારૂની 960 બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 4,80,000 જેટલી થાય છે. આ મામલે પોલીસે મૂળ રાજસ્થાનનાં અનવર ધૂળેખાન મીર નામના ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરી છે. આરોપીની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે, તે ટ્રેક્ટરમાં ખાતરની આડમાં દારૂના જથ્થાની હેરાફેરી કરતો હતો. આ મામલે પોલીસે વિદેશી દારૂની 960 બોટલ, ટ્રેક્ટર, મોબાઈલ સહિત કુલ રૂપિયા 10,82,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular