Sunday, September 6, 2026
HomeNationalએરફોર્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બે પાઇલોટ સુરક્ષિત, કોર્ટ ઑફ ઈન્કવાયરીનો આદેશ

એરફોર્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બે પાઇલોટ સુરક્ષિત, કોર્ટ ઑફ ઈન્કવાયરીનો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કર્ણાટકમાં એરફોર્સનું (Air Force) એક ટ્રેનર એરક્રાફ્ટ ટ્રેનિંગ દરમિયાન ક્રેશ થયાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં ટ્રેનર એરક્રાફ્ટમાં સવાર મહિલા પાઇલોટ સહિત બંને પાઇલોટ સુરક્ષિત બચી ગયા હોવાની માહિતી મળી રહી છે. હાલ મળતી વિગતો અનુસાર ટ્રેનર એરક્રાફ્ટમાં પાઇલોટ ટ્રેનિંગ લઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ કારણોસર વિમાન ક્રેશ (Plane Crash) થયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર કર્ણાટકના (Karnataka) ચર્મરાજનગરના મકાલી વિસ્તારમાં વિમાન દુર્ઘટના સર્જાઇ છે. જેમાં ઈન્ડિયન એરફોર્સનું ટ્રેનર એરક્રાફ્ટ ટ્રેનિંગ દરમિયાન જમીન પર પટકાતા દૂર્ઘટના સર્જાઈ હતી. મહત્વની વાત છે કે તાજેતરમાં જ ફાયટર વિમાન ક્રેશ થવાના કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. ત્યારે વધુ એક ટ્રેનર એરક્રાફ્ટ કર્ણાટકમાં ક્રેશ થતા અનેક સવાલો પેદા થયા છે. મહત્વની વાત છે કે દુર્ઘટના સમયે વિમાનમાં સવાલ મહિલા પાઈલોટ સહિત બે પાઈલોટ સુરક્ષીત રીતે બચી ગયા છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, સમાચાર એજન્સી એ.એન.આઈ.ના અહેવાલ મુજબ આ દુર્ઘટના મામલે કોર્ટ ઑફ ઈન્કવાયરીનો (Court of Inquiry) આદેશ આપવામાં આવ્યો છે. જેમાં તપાસ દુર્ઘટનાના કારણો અંગે તપાસ કરવામાં આવશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular