નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) હિટ એન્ડ રનની ઘટના છાશવારે બની રહી છે. તાજેતરમાં એસ. જી. હાઈવે પર કાર અકસ્માતમાં (Car Accident) બે લોકોએ જીવ ગુમાવ્યા હતા, તે ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના (Hit and Run Case) સામે આવી છે. રાત્રિના સમયે શાહપુરથી બાઈક પર દંપતી જઈ રહ્યું હતું, તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી બેફામ કારે દંપતીને ટક્કર મારતા પતિ-પત્ની નીચે પટકાયા હતા. જેમાં પત્ની દૂર પડી હતી, જ્યાંરે પુરુષ કારની નજીક ફંગોળતા કારે પુરુષને કચડી નાખ્યો હતો. જેમાં પુરુષનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જયા બાદ કારચાલક કાર લઈ ભાગી ગયો હતો. સમ્રગ ઘટનાની જાણ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને (Ahmedabad Traffic Police) કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કારચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કારચાલકની શોધખોળ હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાડજમાં વિસ્તારમાં રહેતા નિતીન ભાવસાર પોતાની પત્ની સાથે રાત્રે 10 વાગ્યાની સુમારે બાઈક પર શાહપુરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન એક બેફામ ગતિએ દોડતી કારે બાઈક પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. જે બાદ દંપતી જમીન પર પટકાયું હતું. જ્યાં મહિલા થોડાક દૂર પડી અને પુરુષ રોડ ફંગોળતા કારે પુરુષના શરીર કચડી નાખ્યો હતો. જેના પરિણામે પુરુષનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો પણ મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.
ઘટનાની જાણ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પુરુષના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ કારચાલક કાર મૂકી ભાગી ગયો હતો. જેના પગલે પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તેને પકડવાની તજવીજ હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








