Wednesday, July 8, 2026
HomeGujaratSuratલગ્નવાંછુકો સાવધાન: સુરતમાં દોઢ લાખની છેતરપિંડી કરીને ભાગેલી લૂંટેરી દુલ્હન 1 વર્ષે...

લગ્નવાંછુકો સાવધાન: સુરતમાં દોઢ લાખની છેતરપિંડી કરીને ભાગેલી લૂંટેરી દુલ્હન 1 વર્ષે ઝડપાઇ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના (Surat) કતારગામમાં ગત વર્ષે એક લૂંટેરી દુલ્હનનો (Robber Bride) કિસ્સો સામે આવ્યો હતો, જેમાં સુરતમાં હીરા ઘસીને ગુજરાન ચલાવતા એક લગ્નવાંછુક યુવકને એક યુવતીએ લગ્નના જાળમાં ફસાવ્યો હતો અને બાદમાં દોઢ લાખ રૂપિયાની છેતરપિંડી (Loot) કરીને આ લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી. આ અંગે યુવકે કતારગામ પોલીસ સ્ટેશનમાં (katargam police station) ફરિયાદ નોંધાવી હતી. હાલ આ લૂંટેરી દુલ્હનને (Looteri Dulhan) વડોદરાના પાણીગેટ પોલીસ (Vadodara Panigate police)દ્વારા પકડી લેવામાં આવી છે અને સુરતના કતારગામ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં હીરા ઘસતા યુવકે કતારગામ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, એક દલાલ તેમની પાસે આવ્યો હતો અને લગ્ન કરવા હોય તો તેના ધ્યાનમાં એક યુવતી છે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ ફરિયાદીએ આમદવાદની એક યુવતી શીતલ રાઠોડ સાથે લગ્ન કર્યા હતા, જેના માટે ફરિયાદીએ યુવતીને અંદાજિત દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. લગ્નના થોડા સમય માટે આ યુવતી ફરિયાદી સાથે રહી હતી અને બાદમાં ફરાર થઈ ગઈ હતી. ફરિયાદી ફોન કરે તો આ યુવતીનો ફોન સતત બંધ આવતો હતો, જેથી ફરિયાદીને શંકા જતાં તેમણે આ લૂંટેરી દુલ્હન અંગે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

સુરતના કતારગામ પોલીસ સ્ટેશનના એક ગુનામાં નાસતી ફરતી આ લૂંટેરી દુલ્હન વડોદરામાં છે તેવી બાતમી વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીને મળી હતી. આ બાતમીના આધારે વડોદરા પોલીસે દરોડો કરતાં આ લૂંટેરી દુલ્હન મળી આવી હતી. ત્યાર બાદ વડોદરા પોલીસે આ લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી હતી અને સુરત પોલીસને સોંપી દીધી હતી.

આ અંગે સમ્રગ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ યુવતીના 2022માં સુરતના હીરા ઘસનાર એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન થોડા દિવસ પછી તે ફરાર થઈ ગઈ હતી, આ બાબતે યુવકે કતારગામ પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ છેંતરપિંડીની ફરિયાદી નોંધાવી હતી અને પોલીસની અલગ-અલગ ટીમ તેના શોધાવા કામે લાગી હતી, પરંતુ યુવતીનું અલગ-અલગ ઠેકાણું હોવાથી 1 વર્ષ પછી વડોદરાથી મળી આવી છે. જેની આગળ વધુ તપાસ ચાલી રહી છે.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular