નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના (Surendranagar)દૂધરેજ પાસે આવેલા ધોળીધજા ડેમમાં (Dholidhaja Dam) 5 છોકરાઓ આજે નાહવા ગયા હતા, તેમાંથી 2 છોકરાઓ ડેમની બહાર બેઠા હતા અને 3 છોકરાઓ ડેમમાં નાહવા પડ્યા હતા અને ડૂબી ગયા હતા. બહાર બેઠેલા મિત્રોને ‘બચાઓ બચાઓ’નો અવાજ સાંભળતા તેમણે જોયું કે તેમના મિત્રો ડૂબી રહ્યા છે, ત્યારે તેમણે સ્થાનિકોને મદદ માટે બોલાવ્યા હતા. જોકે તેમને બચાવી શકાયા ન હતા. ત્યાર બાદ ફાયર વિભાગને આ વાતની જાણ કરતાં હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા ડેમમાં બાળકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ બાળકોને શાળામાં વેકેશન ચાલી રહ્યું છે અને ગુજરાતમાં ગરમી પણ અત્યંત પડી રહી છે. જેના કારણે 5 જેટલા બાળકો નાહવા માટે ધોળીધજા ડેમ પર ગયા હતા. જ્યાં બે મિત્રો ડેમની બહારની બાજુએ બેઠા હતા અને ત્રણ મિત્રો નાહવા માટે ડેમમાં પડ્યા હતા, પરંતુ પાણી વધારે હોવાને કારણે આ ત્રણ મિત્રો ડેમમાં ડૂબી ગયા હતા. સ્થાનિકો દ્વારા તેમને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ સફળતા મળી ન હતી.
સમગ્ર ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હાલ ત્રણ મિત્રો કુકડિયા તેજસ, દેત્રોજા શ્રેય અને બલગામા મહેશ નામના બાળકોની ડેમમાં શોધખોળ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા બોટની મદદથી ડેમમાં બાળકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








