Tuesday, August 11, 2026
HomeGujaratAhmedabadગુજરાત કોંગ્રેસે કરી કર્ણાટક ચૂંટણીમાં જીતની ઉજવણી, રાજીવ ગાંધી ભવન ખાતે ફટાકડા...

ગુજરાત કોંગ્રેસે કરી કર્ણાટક ચૂંટણીમાં જીતની ઉજવણી, રાજીવ ગાંધી ભવન ખાતે ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Karnataka Election Results 2023: કર્ણાટકમાં ચૂંટણીની (Karnataka Assembly Election)જાહેરાત થઈ ત્યારથી દેશભરના રાજકીય વિશેષજ્ઞો કર્ણાટકની રાજનીતિ ઉપર નજર રાખીને બેઠા હતા. 224 બેઠકો ધરાવતી કર્ણાટકની આ વર્ષની ચૂંટણી ઘણી રસપ્રદ દેખાઈ રહી હતી. કર્ણાટકમાં મુખ્યમંત્રી તરીકે યેદૂરપ્પાને (Yediyurappa) હટાવ્યા બાદ તેમના અનૂગામી બસવરાજ બોબ્બઈની(Basavaraj Bommai) નીમણુંક કરવામાં આવી હતી. કર્ણાટકના રાજકારણમાં (Karnataka Politics) ઘણા સમયથી ભાજપમાં (BJP) કઈક ચાલી રહ્યું છે, તેવા અહેવાલ સમાચારના માધ્યમથી પ્રસિદ્ધ થતા રહેતા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને કર્ણાટકમાં ખૂબ સફળતા મળી હતી, તે સમયે જ અટકળો ચાલી રહી હતી કે, આ વર્ષની ચૂંટણીમાં કોંગેસ મજબૂત પક્ષ તરીકે ઉભરી સત્તા પર વાપસી કરી શકે તેમ છે. ત્યારે આજે કર્ણાટકમાં કોંગેસે 136 સીટ સાથે ભવ્ય જીત મેળવી છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીતની ઉજવણી કર્ણટકની સાથે સાથે કોંગ્રેસનાં દિલ્હી કાર્યાલય અને દેશભરમાં કોંગ્રેસનાં કાર્યાલયોમાં કરવામાં આવી હતી. તેવી જ રીતે આજે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) કાર્યાલય ખાતે પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને કર્ણાટકની જીતની ઉજવણી કરી હતી.

કર્ણાટકની સામાન્ય વિધાનસભાની 224 સીટ પર ચૂંટણી યોજઈ હતી. જેમા કોંગ્રેસ, ભાજપ અને જેડીએસના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. આજે એટલે કે 13 મેના રોજ પરિણામ જાહેર થતા કોંગેસે 136 બેઠક મેળવી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી સરકાર બનાવશે. જ્યારે ભાજપ પોતાની સરકાર ફરી એક વખત બનાવવા પોતાના પૂરી તાકાત જોકી દીઘી હતી. તેમ છતાં ભાજપ ફ્કત 65 બેઠકોમાં જ સમેટાઈ ગયી છે. જ્યારે જેડીએસને 21 બેઠકો મળી છે. તેમજ અન્યના ખાતામા ચાર બેઠકો મળી છે.

- Advertisement -

કરનાતકની જીત બાદ ગુજરાત કોંગ્રેસ પણ ગુજરાત વિધાનસભાની હાર ભૂલીને કર્ણાટકની જીતની ઉજવણી કરવા લાગી હતી. આજે ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ એકત્રિત થઈને ગુલાલ ઉડાડી, ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને કર્ણાટકની જીતની ઉજવણી કરવામાં આવી હતી.

કોંગેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જીત બાદ પત્રકાર પરીષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, “કર્ણાટકની જનતાને કોંગ્રેસે આપેલા પાંચ વચનો જેમા મોંધવારીમાં રાહત માટે મહીલાઓને દર મહીને 2000 હજાર રૂપીયા, 200 યુનીટ વીજળી મફત, 10 કીલો ચોખા, મહીલાઓને નિ:શુલ્ક પરિવહન સહીતની જનલક્ષી યોજનાઓ જનતાએ આવકારી છે. કોંગ્રેસે છત્તીસગઢ, રાજસ્થાનમાં જે વચનો આપ્યા હતા તે પુરા કર્યા એટલે કર્ણાટકની જનતાએ આ વખતે કોંગ્રેસને ફરી મોકો આપ્યો છે.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular