Friday, June 5, 2026
HomeGeneralસુરતઃ વકીલે પોલીસને કાયદાનું કરાવ્યું ભાન, PIએ પોતાની જ કારનો મેમો જાતે...

સુરતઃ વકીલે પોલીસને કાયદાનું કરાવ્યું ભાન, PIએ પોતાની જ કારનો મેમો જાતે બનાવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં (Surat) એક એવી ઘટના બની છે કે તમને ગળે નહીં ઉતરે, સુરતમાં એક પોલીસ ઈન્સપેક્ટર (Police Inspector) રસ્તા પરથી પસાર થતાં લોકોને ટ્રાફિક નિયમનો (Traffic Rules) ભંગ કરવા બદલ મેમો આપી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટરને એક વકીલએ એવો કાયદાનો એવો પાઠ ભણાવ્યો કે, પોતાની જ કારનો મેમો (Car Memo) પોતાના હાથે જ ફાડવો પડ્યો.

સુરતના વકીલ મેહુલ બોધરા(advocate mehul boghra) જે અવાર-નવાર ટ્રાફિક પોલીસની થતી ગેરરીતીને ઉજાગર કરતાં હોય છે. ત્યારે ફરી એકવાર મેહુલ બોધરાએ એક પોલીસ ઈન્સપેક્ટરને કાયદાનું ભાન કરાવ્યું હતું. સુરતમાં ગત 11 મેના રોજ બપોરના સમયે કપોદ્રા પોલીસ સ્ટેસનની નજીકમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. જ્યાં સુરત સર્કલ 2ના પોલીસ ઈન્સપેક્ટર કે. જે. ભોંયે ટ્રાફિક નિયમોનું પાલન ન કરાનારા વાહન ચાલકોને દંડ ફટકારી રહ્યા હતા.

- Advertisement -

આ દરમિયાન વકીલ મેહુલ બોધરા સ્થળ આવી પહોંચ્યા હતા, જે સ્થળ પર પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. તે જ જગ્યા પર એક ગાડીમાં ડાર્ક ફિલ્મ લગાવેલી પડી હતી. જોકે આ કાર કોની છે તે અંગે વકીલે પુછતા લોકોને દંડ કરી રહેલા પોલીસ ઈન્સપેક્ટરની જ આ કાર હોવાનું સામે આવ્યું હતું. જેથી વકીલે પહેલા PIને તેમની કારમાં લાગેલી ગેરકાદેસર ડાર્ક ફિલ્મ અંગે દંડ ભરવાનું કહેતા જ પોલીસ ઈન્સપેક્ટરે પોતાની ભુલ સ્વીકારીને પોતાની જ કારનો મેમો પોતે જ બનાવ્યો હતો. વકીલ મેહુલ બોધરાએ કાયદો બધા જ લોકો માટે એક સમાન છે તેવું પોલીસ ઈન્સપેક્ટરને ભાન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરત જ નહીં પરંતું મોટા ભાગના જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનની બહાર જ પોલીસ કર્મીઓની પાર્ક કરેલી કારમાં ડાર્ક ફિલ્મ લાગેલી જોવા મળતી હોય છે. પરંતું દરેક જગ્યાએ મેહુલ બોધરા જેવા જાગૃત નાગરિક નથી કે, પોલીસ કર્મીને પણ કાયદાનું પાઠ ભણાવે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular