જયંત દાફડા (અમદાવાદ): અમદાવાદમાં નવા વર્ષના પ્રથમ દિવસથી લોકો હવે હેલિકોપ્ટરની મજા માણી શકશે. હેલિકોપ્ટર જોય રાઈડ અમદાવાદના સાબરમતીના તટથી શરૂ કરવામાં આવી છે. એરોટ્રાન્સ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી હેલિકોપ્ટર જોય રાઇડ શરૂ કરવામાં આવી છે. (વીડિયો અહેવાલના અંતમાં છે)
હેલિકોપ્ટર જોય રાઈડનું ઉદ્દઘાટન કરવામાં માટે રોડ રસ્તા અને ઉડાયન મંત્રી પૂર્ણેશ મોદી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવ્યા હતા. મંત્રીએ પ્રથમ વખત રાઇડ કરવા જઈ રહેલા લોકોને બોર્ડિંગ પાસ આપ્યા હતા અને સૌ પ્રથમ મંત્રીએ હેલિકોપ્ટરની રાઈડ લીધી હતી. મંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતના અનેક રાજ્ય અને અનેક શહેરોમાં જે પ્રમાણે એક જમાનો હતો કે બસના મારફતે અમદાવાદના દર્શન કર્યા હતા પરંતુ આજે જે એરિયલ વ્યું જોવા મળ્યો છે. આકાશીય નજારો જોવાનું મોટા મહાનગરોને હવાના મારફતે નિરીક્ષણ કરવું અથવા સમગ્ર શહેરના દર્શન કરવા જે આધુનિક જમાનાની પાંખ છે અને જે પાંખને પહોંચી વળવા માટે થઈને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરને પસંદ કરવામાં આવ્યું છે. જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે આપાતકાલીન સેવાઓમાં જ્યારે જરૂર પડશે ત્યારે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે સી પ્લેન મુદ્દે પૂછાયેલા સવાલમાં મંત્રીએ મૌન સેવી સમગ્ર પ્રકિયાને ટેન્ડર પ્રક્રિયા ગણાવી પોતાનો અને સરકારનો લુલો લંગડો બચાવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ ચૂંટણી સમયે અમદાવાદમાં સી પ્લેનની શરૂઆત કરવામાં આવી હતી. જો કે સી પ્લેન છેલ્લા એક વર્ષથી ક્યાં છે તેનો કોઈ અતોપતો નથી. તો બીજી બાજુ સી પ્લેન માટે બનાવેલું એરોડ્રમા માથા વગરનું ધડ બની ગયું છે. જેના કારણે અનેક મજાક સર્જાઈ હતી તો અન્ય રાજકીય પક્ષો દ્વારા સત્તાધારી પક્ષ પર અનેક વખત આક્ષેપો કરવામાં આવતા હતા જેને લઇ સરકાર માથા વગર રહેલા ધડ એરોડ્રોમને ફરી સુશોભિત કરવા માટે થઈ હેલિકોપ્ટર જોય રાઇડ થકી અમદાવાદના પ્રખ્યાત સ્થળોના આકાશીય દર્શન શરૂ કરવામાં આવી રહ્યું છે.

જો કે ચૂંટણી સમયે શરૂ કરવામાં આવેલા સી પ્લેનના ભાવમાં ધરખમ વધારો હોવાના કારણે ગણ્યા ગાંઠયા લોકો બેઠા હતા. ત્યારે આજથી શરૂ કરવામાં આવેલા હેલિકોપ્ટર જોય રાઇડમાં કેટલા લોકો બેસશે. તે એક મહત્વનો સવાલ ઊભો થયો છે. આ હેલિકોપ્ટરમાં અમદાવાદ દર્શન કરવાનો ભાવ રૂ. 2300 આસપાસનો છે. હવે 2300 રૂપિયામાં અમદાવાદ દર્શન કરવું સામાન્ય જનતાને કેટલું પરવડે તે પણ એક સવાલ છે, કારણ સામાન્યતઃ આ ભાવમાં લોકો મુંબઈ બાય ફ્લાઈટ મુસાફરી કરી શકતા હોય છે.
અમદાવાદ: સી પ્લેને લગાવી બદનામીની ટીલી તો પણ આજથી શરૂ થશે હેલીકોપ્ટર રાઈડ, કરાવશે અમદાવાદ દર્શન #ahmedabad #joyride #cplane #helicopter #riverfront pic.twitter.com/rd2g9LHzR1
— Navajivan (@Navajivan1) January 1, 2022
![]() |
![]() |
![]() |











