Tuesday, May 26, 2026
HomeGujaratAhmedabadCBSE બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર, ગત વર્ષ કરતા 5.38 ટકા ઓછુ...

CBSE બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર, ગત વર્ષ કરતા 5.38 ટકા ઓછુ પરિણામ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ CBSE 12th Result 2023: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન 2023ના ધોરણ12નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે CBSE બોર્ડના ધોરણ 12ની પરિક્ષા આપનારા 87.33% વિદ્યાર્થીઓ પાસ થયા છે. જોકે આ વર્ષના પરિણામ અનુસાર છોકરીઓએ બાજી મારી છે. છોકરીઓએ છોકરાઓને 6.01% કરતાં પાછળ રાખી દીધા. જ્યારે ગત વર્ષના પરિણામ કરતાં આ વર્ષે 5.38%નો ઘટાડો થયો છે.

આજે દેશભરમાં CBSE બોર્ડના ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. આ પરિણામ 11 મેના રોજ જાહેર થવાનું હોવાની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જોકે બોર્ડ અધિકારીએ આ વાતને નકારી દીધી હતી. ત્યારે આજે 12 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિક્ષા 16,60,511 લાખ વિદ્યાર્થીઓમાંથી 14,50,174 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સાથે CBSE બોર્ડના ધોરણ 12નું 87.33 ટકા પરિણામ જાહેર થયુ છે. ગત વર્ષે CBSE બોર્ડના ધોરણ 12નું પરિણામ 92.71% આવ્યું હતું.

- Advertisement -

સમગ્ર દેશમાં ટોપ 5 રાજ્યના પરિણામની વાત કરીએ તો ત્રિવેન્દ્રમ ક્ષેત્રનું સૌથી વધુ 99.91 ટકા , બેંગ્લોર – 98.64 ટકા, ચેન્નાઈ 97.40 ટકા, દિલ્હી પશ્ચિમ – 93.24 ટકા, ચંદીગઢ – 91.84 ટકા પરિણામ જાહેર થયું છે. જોકે આ વર્ષે બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરિણામ સાથે ડીવીઝન પ્રમાણે જાણકારી આપવામાં આશે નહીં. વિદ્યાર્થીઓને બિનજરૂરી સ્પર્ધાથી બચાવવા માટે આ વર્ષે મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું નથી. સાથે જ વિષય મુજબ ટોચના 0.1% વિદ્યાર્થીઓને લાયકાત પ્રમાણપત્ર આપવામાં આવશે.

TAG: CBSE 12th Result 2023 Live, CBSE Results 2023

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular