નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી ગુજરાતના પ્રવાસે (Gujarat Visit)છે. તાજેતરમાં કર્ણાટકમાં યોજાયેલી ચૂંટણીમાં (Karnataka Election) છેલ્લા કેટલાક દિવસથી PM મોદી પ્રચારમાં વ્યસ્ત હતા, જો કે હવે ચૂંટણી પૂરી થતા તેઓ ફરી એકવાર વતનની મુલાકાતે આવી રહ્યા છે. PM મોદીની ગુજરાતની મુલાકતને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. આજે PM મોદી કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.
અમદાવાદ એરપોર્ટ પર આજે સવારે 10 વાગ્યે PM મોદીનું આગમન થયું હતું. તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પહોંચ્યા હતા. PM મોદી 11 વાગ્યે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે. 12 વાગ્યે મહાત્મા મંદિરમાં અમૃત અવાસોત્સવમાં હાજરી આપશે. જ્યાં તેઓ રૂ.2452 કરોડના જુદા-જુદા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના 1654 કરોડના, વોટર સપ્લાય વિભાગના રૂપિયા 734 કરોડના, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના 39 કરોડના તેમજ ખાણ અને ખનિજ વિભાગના 25 કરોડના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
PM મોદી આજે ગાંધીનગરથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.1946 કરોડના 42 હજારથી વધુ આવાસનું લોકાર્પણ કરવાના છે, મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમ અંતર્ગત શહેરી વિસ્તારમાં 7113 આવાસ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવાના છે. અમદાવાદના પ્રોજેક્ટસની વાત કરવામાં આવે તો ગોતા અને અમરાઇવાડીમાં નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ગેલેક્સી સિનેમા જંક્શન, દેવી સિનેમા જંક્શન અને નરોડા પાટિયા જંક્શનને જોડતો ફોર લેન ફ્લાયઓવર, વાડજ તેમજ સતાધાર જંક્શન પર ફોર લેન ફ્લાયઓવર, AMCના વિવિધ TP રોડ્સના રિસર્ફેસિંગ તેમજ અમદાવાદમાં બાપુનગર સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 30 MLD ક્ષમતાના STP તેમજ રાઇઝિંગ મેઇનનું લોકાર્પણ, દહેગામ ખાતે ઓડિટોરિયમનું લોકાર્પણ, અમદાવાદમાં એસપી રિંગ રોડ અને મુમતપુરા ક્રોસિંગ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.
મહાત્મા મંદિર સ્થિતના કાર્યક્રમ બાદ PM મોદી રાજભવન જશે. જ્યાં બપોરના દોઢથી અઢી વાગ્યા સુધી રોકાણ કરશે. રાજભવનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સંગઠનના પદાધિકારીઓ અને સરકારના મુખ્ય સચિવ સહિત અધિકારીઓ સાથે બેઠક કરવાના છે. એક તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. ત્યારે બંધ બારણે યોજાવનારી PM મોદીની બેઠક બાદ ભાજપમાં નવાજૂની થઈ શકે તેવી શક્યતા છે. PM મોદી બપોરે 3 વાગ્યે ગિફ્ટ સિટી જશે. જ્યાં વિવિધ કંપનીના CEO તથા વિવિધ યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક કરશે. ત્યાર બાદ 5 વાગ્ય PM મોદી ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે અને અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે.
TAG: PM Modi Visit Gujarat, PM Modi in Gujarat
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








