Friday, April 17, 2026
HomeGeneralગોંડલમાં અસામાજિક તત્વોનો ત્રાસ, કારખાનું શરૂ કરવા માગે છે 25 લાખની ખંડણી

ગોંડલમાં અસામાજિક તત્વોનો ત્રાસ, કારખાનું શરૂ કરવા માગે છે 25 લાખની ખંડણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગોંડલ: Gondal News: ગુજરાતને બિઝનેસ હબ ગણવામાં આવે છે, દેશ-વિદેશથી લોકોને ગુજરાતમાં રોકાણ કરવા અને બિઝનેસ કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે, પરંતુ સ્થાનિક વ્યાપારીઓ અને ધંધાર્થીઓની શું હાલત છે તે તો તેમણે જ જાણે છે. કેટલાક અસામાજિક તત્વો (Anti Social Elements) ગુંડાગીરી કરીને નાના વ્યાપારીઓ અને ધંધાર્થીઓ પાસે મોટી-મોટી ખંડણીની (Extortion) માગણી કરે છે અને ખંડણી ન મળે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે, ત્યારે પોલીસની કામગીરી પણ ઘણી વાર શંકાના દાયરામાં આવતી હોય છે. આવી જ એક ઘટના બની છે, જેમાં એક નાના બિઝનેસમેનને માર મારીને ખંડણી માગવામાં આવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

ગોંડલમાં રહેતા રવિ સાટોડીયાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં (gondal taluka police station) ફરિયાદ નોંધાવવી છે. રવિ સાટોડીયા ભાગીદારીમાં એક નવું કારખાનું શરૂ કરવા જઈ રહ્યા છે. આ કારખાનું શરૂ કરવા માટે કેટલાક લોકોએ તેમની પાસે 25 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. જ્યારે રવિએ ખંડણી આપવામાં આનાકાની કરી ત્યારે આરોપીઓએ ફરિયાદી સાથે મારમારી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -

રવિ સાટોડીયાએ કરેલી ફરિયાદ મુજબ, ફરિયાદી ગોંડલ તાલુકાનાં વોરાકોટડા ગામમાં અવસર ક્લોરાટેક નામનું કારખાનું શરૂ કરી રહ્યા છે, જેનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે. કારખાનાનું બધુ કામ ફરિયાદીના ભાઈ સાંભળે છે, જે તેમના ભાગીદાર પણ છે. ફરિયાદી જ્યારે પોતાના ઘરે હતા, ત્યારે એક અજાણ્યા નંબર પરથી તેમને કોલ આવ્યો અને તેમના ભાઈ અંગે પૂછપરછ કરી હતી. ફરિયાદી ભાઈ અંગે જાણકારી ન હોવાનું કહેતા આરોપીઓએ ફરિયાદીને મળવા માટે કારખાને બોલાવ્યા હતા. ફરિયાદી કારખાને જઈ રહ્યા હતા તે દરમિયાન વચ્ચે જ બે આરોપીઓ મળી ગયા હતા અને તેમને ભાઈને શોધવા એશિયાટીક કોલેજ આગળ લઈ ગયા હતા અને ત્યાં બીજા આરોપીઓ પણ આવી ગયા હતા. આ આરોપીએ કારખાનું ચલાવવા માટે ફરિયાદી પાસે 25 લાખની માગણી કરી હતી.

ફરિયાદીએ જ્યારે 25 લાખ આપવા અંગે યોગ્ય જવાબ ન આપ્યા ત્યારે આરોપીઓએ લાકડી વડે અને ગડદાપાટુ કરીને રવિને માર માર્યો હતો. આ દરમિયાન ફરિયાદીના ભાઈ આવી જતાં તેમને છોડાવ્યા હતા અને ત્યથી નીકળી ગયા હતા. ત્યાર બાદ પણ આ આરોપીઓ અનેક રીતે ફરિયાદીને હેરાન પરેશાન કરતાં હતા અને 25 લાખ ખંડણી આપી દેવાની ધમકી આપતા હતા.

સતત થઈ રહેલી ખંડણીની માગણીથી કંટાળીને ફરિયાદી રવિ સાટોડીયાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં જયદીપ જાડેજા, અશ્વિનસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, હર્ષદીપસિંહ સરવૈયા, હરેન્દ્રસિંહ જાડેજા, મીત, રાજદીપસિંહ અને બ્રીજેશ સાટોડીયા સામે ખંડણી ઉઘરાવવી, મારમારી કરવી, જાનથી મારીનાખવાની ઘમકી આપવાની ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

TAG: Gondal Samachar

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular