Tuesday, March 17, 2026
HomeGeneralગેનીબેન ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન, …ના પાડતી દીકરીઓને ઘરે લાવીને શું કામ છે?

ગેનીબેન ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન, …ના પાડતી દીકરીઓને ઘરે લાવીને શું કામ છે?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: થોડા સમય અગાઉ ઠાકોર સમાજે સમાજમાં રહેલા દૂષણ કુરિવાજો દૂર કરી કેટલાક સમાજ સુધારક પગલા લેવામાં લીધા હતા. જેમાં વાવના કોંગ્રેસ મહિલા ધારાસભ્ય (Vav MLA) અને ઠાકોર સમાજના અગ્રણી ગેનીબેન ઠાકોરે (Geni Thakor) કેટલાક વિવાદસ્પદ નિર્ણયો પણ લીધા હતા. તેમાંથી એક ડી. જે. પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય હતો. ત્યારે ફરી એકવાર ગેનીબેન ઠાકોરે પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે. બનાસકાંઠાના (Banaskantha) ઠાકોર સમાજમાં થતા લગ્ન પ્રસંગમાં ડી. જે. પર સૂંપર્ણ પ્રતિબંધ (DJ in Weddding)મૂકવામાં આવે તેવી અપીલ સાથે ગેની ઠાકોરે સમાજના વડીલોને ટકોર કરતા લગ્ન પ્રસંગમાં ડી. જે. ની જીદ કરનારા દીકરા-દીકરીઓને સમજાવી સમાધાન કરવા જણાવ્યુ હતું.

બનાસકાંઠના ભાભરના ઈન્દરવા ગામે લુહાર સમાજના સમૂહ લગ્નમાં ગેનીબેન ઠાકોર ઉપસ્થિતિ રહ્યા હતા. દરમિયાન તેમણે જાહેર મંચ પર નિવેદન આપતા જણાવ્યુ હતું કે,” ઠાકોર સમાજના દીકરા-દીકરીઓ ડી. જે. વગર લગ્ન નથી કરતા, તો ડી. જે. વગર લગ્નના ફેરા ફરવાની ના પાડતી દીકરીઓને ઘરે લાવીને શું કામ છે?” ડી. જે. ની જીદ કરતા દીકરા-દીકરીઓને માત-પિતાએ સમજાવવું જોઇએ અને ડી. જે. સમાજમાંથી સંપૂર્ણ બંધ થાય તેવા પ્રયાસો કરવા જોઈએ.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ઠાકોર સમાજે 11 જેટલા નિર્ણય અમલમાં લીધા છે. જેમાં લગ્ન પ્રસંગમાં ડી.જે. પર સંપૂર્ણ પ્રતિબંધ તેમજ લગ્નમાં 51 જણાએ હાજરી આપવી, કુંવારી દીકરીઓને મોબાઈલ ફોનથી દૂર રાખવી સહિત અલગ-અલગ 11 જેટલા નિર્ણયો કરવામાં આવ્યા હતા.

TAG: Geniben Thakor Controversial Statement

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular