Tuesday, June 23, 2026
HomeGujaratBhavnagarભાવનગર ડમીકાંડના વધુ 2 આરોપીની ધરપકડ, કુલ ધરપકડનો આંક 39 પર પહોંચ્યો

ભાવનગર ડમીકાંડના વધુ 2 આરોપીની ધરપકડ, કુલ ધરપકડનો આંક 39 પર પહોંચ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar dummy case: યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) ખુલ્લા પાડેલા ભાવનગરના ડમીકાંડમાં (Bhavnagar Dummy Kand) ધરપકડના આંકમાં ફરી વધારો થયો છે. ભાવનગર એસ.ઓ.જી.(SOG) એ ગતરોજ એક આરોપી અને આજરોજ બે આરોપીની ધરપકડ કરી છે. ઉપરાંત હજુ પણ કેટલાક આરોપી સુધી પહોંચવા માટે ભાવનગર પોલીસે અત્યાધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે. આમ કહી શકાય કે ડમીકાંડમાં (Dummy Candidate Scam) સંડોવાયેલા અનેક આરોપીની ધરપકડ આગામી દિવસોમાં પોલીસ કરી શકે છે.

યુવરાજસિંહની આબરૂ પણ ગઈ અને પૈસા પણ ગયા!

મળતી વિગતો અનુસાર ભાવનગરના ચકચારી ડમીકાંડ મામલે ઝડપાયેલા આરોપીની સંખ્યામાં વધારો થયો છે. ગતરોજ 10 મેના રોજ ભાવનગર એસ.ઓ.જી દ્વારા મલ્હાર તુષારભાઈ ભટ્ટ નામના 27 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો હતો. જેના પર આરોપ છે કે તેણે 20 માર્ચ 2022ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પોતાના બદલે ડમી ઉમેદવાર બેસાડ્યો હતો. ત્યારે આજરોજ ભાવનગર એસ.ઓ.જી. દ્વારા વધુ બે આરોપીની ડમીકાંડમાં ધરપકડ કરવામાં આવી છે.

- Advertisement -

આજરોજ 11 મેના રોજ ભાવનગર એસ.ઓ.જી. દ્વારા તળાજાના સથરા ગામના 28 વર્ષીય આરોપી કૌશીક મહાશંકરભાઈ જાની અને તળાજાના દાઠા ગામના 32 વર્ષીય રાજુ ઉર્ફે રાજ ગીગાભાઈ ભાલીયાની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીના નામ ડમીકાંડ મામલે નોંધાયેલી ફરિયાદમાં સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સૌ પ્રથમ ભાવનગર પોલીસે કુલ 36 આરોપીઓ વિરૂધ્ધ નામ જોગ ગુનો દાખલ કરી FIR નોંધી હતી. ત્યાર બાદ આ તપાસમાં નામ ખુલતા 22 આરોપીની ધરપકડ થઈ છે જેમના નામ એફ.આઈ.આર.માં નોંધાયેલા ન હતા. આમ કુલ ધરપકડ થયેલા આરોપીનો આંક 39 પર પહોંચ્યો છે, જ્યારે કુલ આરોપીની સંખ્યા 58 છે.

આમ જો ડમીકાંડના કુલ આરોપીની સંખ્યાની વાત કરીએ તો હાલ સુધીમાં ભાવનગર પોલીસે ફરિયાદમાં નોંધાયેલા કુલ 39 આરોપીની ઓળખ કરી ધરપકડ કરી છે. સાથે જ ભાવનગર પોલીસે ડમીકાંડના વધુ આરોપીઓની ઓળખ કરવા માટે આધુનિક ટેકનોલોજીની મદદ પણ લેવાની શરૂઆત કરી છે. જેમાં ફેસ રેકોગ્નાઈઝેશન સિસ્ટમ કરતા પણ વધુ સચોટ અને આધુનિક ટેકનોલોજીની મદદથી વિદ્યાર્થીઓની હોલ ટિકીટના ફોટોની ખરાઈ કરવામાં આવશે. આમ જે હોલ ટિકીટમાં ફોટો સાથે ચેડા કરવામાં આવ્યા હશે તે તમામ આરોપી બનશે. ત્યારે વકી સેવાઈ રહી છે કે ડમીકાંડમાં કેટલાક સરકારી નોકરી પર લાગી ગયેલી વ્યક્તિઓ પણ આરોપી બની શકે છે.

- Advertisement -

TAG: Bhavnagar News, Bhavnagar Dummy Kand Today News, Bhavnagar Dummy Case

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular