નવજીવન.અરવલ્લી :થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં વિદેશી દારૂનું અને ડી.જે પાર્ટીનું ચલણ વધી રહ્યું છે ગુજરાત પોલીસે થર્ટી ફર્સ્ટમાં વિદેશી દારૂ પીને છાકટા બનેલા નશેડીઓને ઝડપી પાડવા ડ્રાઇવ ચલાવવી પડી છે અને છેલ્લા બે દિવસમાં હજ્જારો લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે ત્યારે અરવલ્લી જીલ્લામાં સરકારી બાબુઓ તેમના મિત્રો સાથે થર્ટી ફર્સ્ટીની ઉજવણીમાં માલપુરના અણીયોર નજીક આવેલા પેટ્રોલપંપ પાછળ દારૂના જામ છલકાવતા હોવાની જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક ભરત બસિયાને બાતમી મળતા તાબડતોડ બાતમી આધારિત સ્થળે ત્રાટકી જીલ્લામાં ફરજ બજાવતા બે નાયબ માલમતદારને નશામાં મદમસ્ત બનેલી હાલતમાં દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અરવલ્લી જીલ્લાના બે નાયબ મામલતદાર પીધેલા ઝડપાતા મહેસુલ મંત્રીએ ખાતાકીય તપાસના આદેશ આપ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
મોડાસા પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જયમીન બાબુભાઇ પટેલ અને બાયડના નાયબ મામલતદાર નિલેશ અરવિંદભાઈ પટેલ તેમના મિત્ર વર્તુળ સાથે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માલપુર તાલુકાના અણીયોર ગામ નજીક પેટ્રોલ પંપની પાછળ બનાવેલી ઓરડીમાં મહેફીલ જમાવી હતી. સરકારી બાબુઓએ તેમના મિત્રો સાથે દારૂની પાર્ટી કરી રહ્યા હોવાની બાતમી અરવલ્લી ડીવાયએસપી ભરત બસીયાને મળતા તાબડતોડ તેમની ટીમ સાથે રેડ કરી બંને મામલતદારને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. જો કે તેમની સાથે પાર્ટીમાં રહેલા અન્ય લોકોએ દારૂનો નશો કર્યો ન હોવાનું જણાઈ આવ્યા હતા. ડીવાયએસપી ભરત બસીયાએ કોઈ પણ પ્રકારની શેહશરમ રાખ્યા વગર બંને બાબુઓને કાયદાનું ભાન કરાવતા બંને નાયબ મામલતદારના મોતિયા મરી ગયા હતા.
પોલીસે બંને સરકારી અધિકારી પાસે દારૂની પરમીટ માંગતા તેઓ પાસે પરમીટ ન હોવાનું જણાયું હતું. જેથી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.સરકારી બાબુઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઇ જતા જીલ્લામાં વાયુવેગે વાત પ્રસરી હતી સરકારી બાબુઓએ જ દારૂબંધીની ઠેકડી ઉડાડતા સરકાર માટે મુશ્કેલી સર્જી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












