Thursday, April 30, 2026
HomeGujaratBhavnagarનકલી IB ડાયરેક્ટરે લોન માફ કરવાનું કહીને કરી લાખોની છેતરપિંડી, ભાવનગરમાં નોંધાઈ...

નકલી IB ડાયરેક્ટરે લોન માફ કરવાનું કહીને કરી લાખોની છેતરપિંડી, ભાવનગરમાં નોંધાઈ ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar Fake IB Officer Fraud: આપણાં દેશમાં છેલ્લા કેટલાક સમયથી નકલી અધિકારી (Bogus Officer) બનીને છેતરપિંડી (Cheating) કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેમ એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં કિરણ પટેલ (Thug Kiran Patel) અને સંજય રાય (Thug Sanjay Rai)(શેરપુરીયા) સામે ઠગાઇ કરવાની ફરિયાદો થયા બાદ હવે ભાવનગરમાં (Bhavnagar) એક વેપારીએ ફરિયાદ કરી છે કે, એક વ્યક્તિએ IBના ડાયરેક્ટર હોવાનું કહીને તેમની સાથે 5 લાખ કરતાં વધારે રકમની છેતરપિંડી કરી છે.

આ પણ વાંચો : કિરણ પટેલ બાદ નવો ઠગ સંજય રાય ઝડપાયો, PM મોદી સાથેના ફોટા બતાવીને કરતો હતો ઠગાઇ

- Advertisement -

ભાવનગરના વેપારી અનિલ શાહની ફરિયાદ મુજબ, ફરિયાદીના ભાઈને સિક્કિમમાં હિતેશ ઠાકર (Hitesh Thakar) નામનો એક વ્યક્તિ મળ્યો હતો. હિતેશ ઠાકરે પોતાની ઓળખ IBના ડાયરેક્ટર તરીકેની આપી હતી. ત્યાર બાદ આ હિતેશ ઠાકર જ્યારે ભાવનગર આવ્યો ત્યારે તે ફરિયાદીને મળવા તેમના ઘરે આવ્યો હતો. હિતેશ ઠાકર જ્યારે ફરિયાદીના ઘરે આવ્યો ત્યારે તેણે ફરિયાદીને કહ્યું હતું કે, હું IBનો ડિરેક્ટર છું અને મારે કલેક્ટર ઓફિસ અને સહકારી બેંકોમાં સારી ઓળખાણ છે. તમારે કોઈ પણ કામ હોય તો મને કહેજો તમારું કામ થઈ જશે.

વધુ વાંચો : મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, ક્લાસ 1 અધિકારી બનીને કરી હતી છેતરપિંડી

ફરિયાદી અનિલ શાહને એક સહકારી બેંકમાં 50 લાખ જેટલી લોન ભરવાની બાકી હતી, જેથી તેમણે હિતેશ ઠાકરને કહ્યું કે આ લોનમાં કઈ સેટલમેન્ટ થઈ જાય તો સારું. જેના જવાબમાં હિતેશ ઠાકરે ફરિયાદીને જણાવ્યુ હતું કે, મારે સહકારી ક્ષેત્રમાં સારા સંપર્કો છે તમારું કામ થઈ જશે, તમે ચિંતા ન કરો. પરંતુ બોન્ડ અને અધિકારીઓને કેટલાક પૈસા આપવા પડશે. લોન ન ભરવાની લાલચમાં આવીને ફરિયાદીએ પૈસા આપવાની હા પડી દીધી હતી.

- Advertisement -

બાદમાં હિતેશ ઠાકરે લોનની માંડવાળ કરવા માટે ફરિયાદી પાસે 5 લાખ અને 66 હજાર રૂપિયાની માગણી કરી હતી. આ રકમ ફરિયાદી ચેક અને રોકડ મારફતે થોડા થોડા કરીને હિતેશ ઠકારને આપ્યા હતા. પરંતુ લાંબા સમય સુધી લોન માફ ન થતાં ફરિયાદી હિતેશ ઠકારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ હતી. ત્યાર બાદ તાત્કાલિક અનિલ શાહે ભાવનગરના સિહોર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Tag: Bhavnagar News, Bhavnagar Fake IB Officer, Bhavnagar Fraud Case

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular