Thursday, April 16, 2026
HomeBusinessરોકાણકારોએ સિલ્વરની તેજી/મંદી માટે અસંખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર

રોકાણકારોએ સિલ્વરની તેજી/મંદી માટે અસંખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર

- Advertisement -

ચાંદી બુલિશ મોમેન્ટમમાં હોવાથી વેચીને વેપાર કરવો સલાહ ભરેલું નહીં ગણાય

રોકાણકારો લાંબાગાળાના નફાને ધ્યાનમાં રાખીને ચાંદીમાથી નીકળી જવાનું વિચારે તેવી શ્ક્યતા ઓછી

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ઘણી બધી ઘટનાઓ અને ફંડામેંટલ્સ ચાંદીને દોરવણી આપતા થઈ ગયા છે. તેથી ૨૫ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ)નો ભાવ મહત્વનો સપોર્ટ લેવલ બની ગયો છે. ગત સપ્તાહે ભાવમાં ૨.૪૨ ટકાની વૃધ્ધિ જોવાઈ. દરેક ઘટાડે રોકાણકારો ચાંદી સાથે સોનામાં પણ લોવાલ બન્યા છે. ડોલર અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે, સર્વાંગી  વિશ્વની અર્થવાયવસ્થા ડામાડોળ છે, ત્યારે રોકાણકારોએ તેમની અસકયામતોનો બચાવ કેમ કરવો, તેની ફિકરમાં પડ્યા છે. અમેકરિન ફેડરલ રિઝર્વ અને યુરોપીયન સેંટ્રલ બેન્કે વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો, ત્યાર પછી ભાવમાં આવેલા ઉછાળાએ અસંખ્ય એનાલિસ્ટોને આશ્ચર્યમાં મૂકયા છે.  

અત્યારે તો ચાંદીએ ઔધ્યોગિક મેટલમાં ગણના પામે છે, રિન્યુએબલ એનર્જી, ઇલેટ્રોનિક્સ જેવા માધ્યમોની ચર્ચા હાલ કોઈ ખાસ કરતું નથી. બજારનું અત્યારે તો મુખ્ય ચાલક બળ, પોતાની મૂડીનું સંવર્ધન કેમ કરવું? તે મુખ્ય ચિંતાનો વિષય છે. આખા જગતના ટ્રેડરો માનવા લાગ્યા છે કે ફેડરલ બેન્કે આપેલા સંકેતો મુજબ અમેરિકા પોતાની નાણાનીતિ આ જ રીતે ટાઈટ રાખી શકે તેમ નથી.

- Advertisement -

બચતનું સંવર્ધન અને અમેરિકન ડોલર સિવાય, રોકાણકારોએ સિલ્વરની તેજી મંદી માટે અસંખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ભૂભૌગોલિક ચિંતાઓ, આર્થિક સ્થિતિ, અને આના જેવા અન્ય મુદ્દાઓ ગ્મ્મે ત્યારે બજાર પર પોતાની છાપ સ્થાપિત કરી શકે છે.  ટ્રેડરોએ સાવધ રહેવું પડશે. તેમણે મહત્વના વિદેશી ચલણોના ટેકનિલ ઈંડિકેટર અને લેવાલો પર નજર રાખવાની રહેશે. આટલુજ નહીં જગતમાં બનતી ઘટનાઓ, બજાર પર શું અસર કરશે તેનું વિશ્લેષ્ણ પણ કરવાનું રહેશે.  

સર્વાંગી સીનારિયો જોઈએ તો ચાંદીમાં વ્યાપક ઉછળકુદનો આ સમય છે, પણ ૨૫ ડોલરની વર્તમાન તેજી એ ટૂંકાગાળા માટે તો સ્થિરતા ધારણ કરી જ છે. બેન્કો નિષ્ફળ જવાની ઘટનાઓએ તમામ અસકયામતોને હચમચાવી નાખી છે, આ ઘટનાના ભયે ચાંદીને સૌથી મોટો લાભ અપાવ્યો છે.   ટૂંકાગાળા માટે બેંકોની રોકડપ્રવાહિતાના હિસાબે જોઈએ તો તે,  પ્રકાશમાં જરૂર આવ્યો છે, પણ નાદારી જેવુ બધુ કઈ લાંબાગાળા માટે ચાલવાનું નથી. રોકાણરોએ સતત આ ઘટનાનો લાભ લેવો જોઈએ. અમેરિકન બેન્કોના શેર અને ટ્રેઝરી યીલ્ડ વેગથી ગબડી પડ્યા, પછી રોકાણકારોએ જોખમ ઓછું કરવા સોના ચાંદી જેવી સલામતીના સ્વર્ગ જેવી અસ્ક્યામતોમાં લેણ વધારી મુક્યું છે. બુધવારે ચાંદીનો ભાવ ૨૫.૯૪ ડોલરની ઊંચાઈએ પહોચ્યો હતો.    

જો ૨૫ ડોલર ઉપરનું આ લેવલ તૂટે તો બજાર ૫૦ દિવસની સરેરાશ સપોર્ટ લેવલ ૨૪.૫૦ ડોલર સુધી નીચે જાઇ શકે છે. અને જો આ લેવલ તૂટે તો ગતવર્ષના અંતિમ તબક્કાના મહત્વના કોન્સોલિડેશન લેવલ ૨૪ ડોલર સુધી નીચે લઈ જવાનો સંઘર્ષ શરૂ થશે. ટૂંકાગાળામાં આવું થાય તો પણ રોકાણકારો તેમની બચતના મૂલ્યને જાળવવા લાંબાગાળાના નફાને ધ્યાનમાં રાખીને ચાંદીમાથી નીકળી જવાનું વિચારે તેવી શ્ક્યતા ઓછી છે.

- Advertisement -

જો તેજીવાળાના જોમ અને જુસ્સાને ધ્યાનમાં લઈએ તો તેઓ ૨૬.૫ ડોલરના રેસિસ્ટંટ લક્ષ્યાંકને સિધ્ધ કરવાનો હઠાગ્રહને નહીં છોડે. જો આ લેવલ સિધ્ધ થઈ જાય તો તેમના માટે ૨૭.૫૦ ડોલરનું લેવલ પાર કરવાના દરવાજા ખુલ્લા થઈ જશે. આખરે તો આ રુમઝુમ કરતી ઉચ્કનીચક થતી સટ્ટાની જાત છે. આથી તમારી વાયદાની પોઝિશનને સાવધ પૂર્વક જાળવો.  જો ટૂંકાગાળામાં પુલબેક (પીછેહઠ) આવે તો બાઇંગ તક ગુમાવવા જેવી નથી, પણ સાવધાની ઘટી કે દુર્ઘટના ઘટી સમજવું. અલબત્ત, અત્યારે બજાર બુલિશ મોમેન્ટમમાં છે, તેથી વેચીને વેપાર કરવો સલાહ ભરેલું નહીં ગણાય  

(અસ્વીકાર સુચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular