Friday, June 5, 2026
HomeNationalઅશોક ગેહલોત પર સચિન પાયલોટના આક્ષેપ: સોનિયા ગાંધી નહીં, વસુંધરા રાજે તેમના...

અશોક ગેહલોત પર સચિન પાયલોટના આક્ષેપ: સોનિયા ગાંધી નહીં, વસુંધરા રાજે તેમના નેતા છે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજસ્થાન: Rajasthan Congress Crisis: રાજસ્થાનમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં વિભાજન જોવા મળી રહ્યું છે. રાહુલ ગાંધીની (Rahul Gandhi) ઉદયપુર મુલાકાત દરમિયાન કોંગ્રેસ નેતા સચિન પાયલોટે (Sachin Pilot) પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યના સીએમ અશોક ગેહલોત (Ashok Gehlot) પર મોટો આરોપ લગાવ્યો છે. સચિન પાયલોટે કહ્યું કે, “સીએમ અશોક ગેહલોતનું ભાષણ સાંભળીને એવું લાગે છે કે સોનિયા ગાંધી (Sonia Gandhi) તેમના નેતા નથી, પરંતુ તેમના નેતા વસુંધરા રાજે સિંધિયા (Vasundhara Raje Scindia) છે.”

સચિન પાયલોટે કહ્યું હતું કે, “વર્ષ 2020માં હું નાયબ મુખ્યમંત્રી હતો, તે સમયે મારા પર દેશદ્રોહના આરોપમાં કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નેતૃત્વ પરિવર્તન ઈચ્છે છે, તેથી AICC સાથે વાત કરવા દિલ્હી ગયા, ત્યાર બાદ એક સમિતિની રચના કરવામાં આવી. કમિટીએ દરેકની વાત સાંભળી અને તેના આધારે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો. ત્યારથી દરેક નાના-મોટા કામમાં બધા સાથીઓ સાથે મળીને મહેનત કરતા હતા, શિસ્ત તોડવાનું કામ ક્યારેય કોઈએ કર્યું નથી.”

- Advertisement -

સચિન પાયલોટે વધુમાં કહ્યું કે, “અગાઉ પણ તેમણે મને નકામો અને દેશદ્રોહી પણ કહ્યો હતો. અશોક ગેહલોત દ્વારા અગાઉ પણ અનેક વખત આક્ષેપો કરવામાં આવ્યા છે, પરંતુ અમે જાહેરમાં કશું કહેવા માંગતા ન હતા. અશોક ગેહલોતના ભાષણે કોંગ્રેસના નેતાઓનું અપમાન કર્યું અને ભાજપના નેતાઓના વખાણ કર્યા, તે સમજની બહાર છે. 40-45 વર્ષથી રાજકારણમાં કામ કરી રહેલા આવા ધારાસભ્યો પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તેમના વિસ્તારના લોકો જાણે છે કે તેઓ કેવા નેતા છે, કેવા પ્રકારનું કામ કરે છે. આવા ધારાસભ્યો પર આક્ષેપ કરવો ખોટો છે.”

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “જ્યારે પણ હું વસુંધરા રાજેના સમયમાં ભ્રષ્ટાચાર, પેપર લીક વગેરેની વાત કરું છું ત્યારે મને કોઈ જવાબ મળતો નથી. તેથી જ મેં નક્કી કર્યું છે કે હું 11મીએ અજમેરથી યાત્રા કાઢીશ. જનતાની વચ્ચે જઈને જનતાનો અવાજ સાંભળીશ અને જનતાના પ્રશ્નો ઉઠાવીશ.” યુવાનોના પ્રશ્નોને લઈને સચિન પાયલોટ જન સંઘર્ષ યાત્રા કાઢવા જઈ રહ્યા છે, જે લગભગ 125 કિલોમીટર લાંબી હશે. સચિન પાયલોટનું કહેવું છે કે, “સરકાર પર જાહેર દબાણ સર્જાશે ત્યારે જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.”

TAG: Rajasthan Politics News, Rajasthan Congress Crisis, Sachin Pilot, Ashok Gehlot Vs BJP Vasundhara Raje

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular