Sunday, May 24, 2026
HomeGujaratAhmedabadઆંશિક ઘટાડા બાદ ફરીથી ખાદ્યતેલના ભાવમાં વધારો, સીંગતેલનો ભાવ જલદી જ રેકોર્ડ...

આંશિક ઘટાડા બાદ ફરીથી ખાદ્યતેલના ભાવમાં વધારો, સીંગતેલનો ભાવ જલદી જ રેકોર્ડ બ્રેક કરે તેવી શક્યતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Edible oil prices rise: તાજેતરમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જેના કારણે સામાન્ય પરિવારોને આંશિક રાહત અનુભવાઈ હતી. પરંતુ આ ઘટાડો માત્ર દેખાડા પૂરતો જ હતો, હવે ફરીથી ખાદ્યતેલના ભાવ વધારી દેવામાં આવ્યા છે. જેને લઈને હવે ગૃહિણીઓ ઘરના બજેટને લઈને ફરીથી ચિંતિત બની છે. થોડા દિવસ અગાઉ ખાદ્યતેલમાં ઘટાડો નોંધ્યા બાદ હવે સતત ત્રણ દિવસથી સીંગતેલના (Groundnut Oil) ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. જો આવી જ રીતે સીંગતેલના ભાવમાં સતત વધારો થતો રહે તો થોડા જ દિવસોમાં સીંગતેલના ભાવમાં રેકોર્ડ સર્જાઈ જાય તો નવાઈ નહીં.

સીંગતેલના વપરાશકર્તાઓ માટે આ માઠા સમાચાર છે. છેલ્લા ત્રણ દિવસમાં સીંગતેલના ડબ્બા દીઠ 100 રૂપિયાનો વધારો થઈ ગયો છે, જેના કારણે હવે સીંગતેલના ડબ્બાનો ભાવ 2860 રૂપિયાથી વધીને ફરીથી 2960 રૂપિયા થઈ ગયો છે. તેમજ નિષ્ણાતોના મત અનુસાર આગામી દિવસોમાં સીંગતેલની માગ વધતાં ફરીથી સીંગતેલનો ભાવ વધી શકે છે. હાલ લગ્ન સિઝનમાં સીંગતેલની માગ વધારે હોવાથી માગ સામે પુરવઠો ઘટતા સીંગતેલના ભાવમાં વધારો આવ્યો છે, ઉપરાંત ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને પણ નુકશાન થયું છે. જેના કારણે પણ સીંગતેલનું ઉત્પાદન ઘટતા ભાવ વધારો થયો હૂવાનું માનવમાં આવી રહ્યું છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે 10 દિવસ અગાઉ સીંગતેલના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાતા સીંગતેલનો ભાવ 2860 રૂપિયા પહોંચ્યો હતો. તેમજ કપાસિયા તેલમાં 50 રૂપિયા અને પામોલીન તેલમાં 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ફરીથી સીંગતેલના ભાવમાં 100 રૂપિયાનો વધારો થઈ જતાં 10 દિવસ પહેલા સીંગતેલનો જે ભાવ હતો તે જ ભાવે આજે પણ સીંગતેલ મળી રહ્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular