નવજીવન ન્યૂઝ. ખરગોનઃ Khargone Bus Accident: મધ્યપ્રદેશના (Madhya Pradesh) ખરગોન (Khargone) જિલ્લામાં એક મોટો અકસ્માત (Accident) સર્જાયો છે. બોરાદ નદી પરના પુલ પરથી એક પેસેન્જર લઈને જતી બસ પુલની રેલીંગ તોડીને નદીમાં ખાબકી (Bus Falls from a Bridge) હતી. નદીમાં ખાલી પટ હોવાના કારણે આ અકસ્માતમાં મોટી સંખ્યમાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં હાલ 15 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. હજુ આ બનાવમાં મૃતક આંક વધી શકવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, શારદા ટ્રાવેલ્સની બસ નંબર MP10-P-7755 મધ્યપ્રદેશના ખરગોનથી ઈન્દોર જઈ રહી હતી. આ દરમિયાન બસ ખરગોનના ખરગોન ટેમલા માર્ગ પર દસંગા પાસે પહોંચી હતી ત્યારે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ડ્રાઈવરે બસ પર કાબુ ગુમાવતા નદીના પુલ પરથી બસ પુલની રેલીંગ તોડીને નદીમાં ખાબકી હતી. નદીમાં પાણી ન હોવાના કારણે ધડાભેર અવાજ સાથે નદીમાં પડી હતી. જબરજસ્ત અવાજ આવતા ગામના આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
આ બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા. આ અકસ્માત દસંગા ગામ નજીક થયો હતો. ગ્રામજનોએ પોલીસને જાણ કરીને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. ઘટનાની જાણકારી મળ્યા બાદ ધારાસભ્ય રવિ જોશી પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. ઘટનાસ્થળે પહોંચેલા ધારાસભ્ય રવિ જોષી સાથેની વાતચીતમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે, બસો ઓવરલોડ હોય છે અને દરરોજ ખૂબ જ ઝડપે પસાર થાય છે. ઘણી વખત અમે બસ ડ્રાઇવરોને અટકાવ્યા, પરંતુ તેઓ દાદાગીરી કરે છે.
રાજ્ય સરકારે ખરગોનમાં બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. 4 લાખ, ગંભીર રીતે ઘાયલોને રૂ. 50,000, નાના ઇજાગ્રસ્તોને રૂ. 25,000ની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ સાથે અકસ્માતમાં ઘાયલોને યોગ્ય સારવારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. જોકે પોલીસ અને વહીવટીતંત્રે હજુ સુધી મૃત્યુની પુષ્ટિ કરી નથી. મૃત્યુઆંક વધીને 20 થઈ શકે છે. અકસ્માતમાં ડ્રાઈવર, કંડક્ટર અને ક્લીનરનું પણ મોત થયું હોવાનું જાળકારી મળી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખરગોનમાં બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








