નવજીવન ન્યૂઝ.છોટાઉદેપુર: murder in Jetpurpavi : છોટા ઉદેપુર જિલ્લાના જેતપુરપાવી માંથી પ્રેમ સબંધમાં યુવતીએ નવા પ્રેમી સાથે મળી જૂનો પ્રેમીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા તે દિશામાં પોલીસે તપાસ કરતા જૂની પ્રેમિકાએ જ તેના નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાવી જેતપુરમાં રહેતી યુવતી જયા દુમાલીમાં રહેતા નિલેશ નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે લાંબા સમય બાદ મિત્રતા પ્રેમ સબંધમાં બદલાઈ હતી. યુવતીએ નિલેશ સાથે લગ્ન પણ કરવાની વાત કરી હતી. નિલેશ પરિણીત હોવાથી તેણે લગ્ન ન કરવા માટે બહાન કાઢ્યા હતા. કોઈ યોગ્ય જવાબ ન મળતા રિસાઈને યુવતીએ નિલેશ સાથે સબંધ તોડી નાંખ્યા હતા.
ત્યાર બાદ યુવતીએ પાવીજેતપુરના એક જેવર્લસની દુકાનમાં નોકરી શરૂ કરી હતી. જ્યાં શ્રેયસ ઉર્ફે અપ્પુ નામના દુકાન માલિકીના સંપર્કમાં આવી હતી. તે દરમિયાન યુવતી અને શ્રેયસ ઉર્ફે અપ્પુ વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. એક દિવસ જૂના પ્રેમી નિલેશે યુવતીને તારાપુરની ગામની સીમમાં મળવા બોલાવી હતી. યુવતીએ તેના નવા પ્રેમી અપ્પુને પણ ત્યાં બોલવી લીધો હતો. નિલેશ દારૂના નશામાં હતો અને બીજી તરફ અપ્પુ પણ દારૂપીને આવ્યો હતો. જ્યાં બંને વચ્ચે યુવતીને લઈ બોલાચાલી થઈ હતી. નિલેશે અપ્પુને યુવતીથી દુર રહેવા જણાવ્યું હતું.
યુવતીએ આક્રોશમાં આવી નિલેશ કહ્યું કે, તું મારી સાથે લગ્ન કરવાનો હતો ને શું થયું ? જેનાથી ઉશ્કેરાઈને નશામાં ચકચૂર થયેલા નિલેશે યુવતીને અપશબ્દ બોલ્યા હતા અને હાથપાઈ કરવા જતા અપ્પુ પણ ત્યાં દોડી આવ્યો હતો. જ્યાં અપ્પુએ પાછળથી નિલેશને માથાના ભાગે ફટકો મારતો નિલેશ બેભાન થઈ ઢળી પડ્યો હતો. અટલાથી ન અટક્તા બંનેએ મળી નિલેશનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યાર બાદ મૃતદેહને રાયપુર કેનાલમાં ફેંકી દીધો હતો. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી મૃતકના સગા-સબંધીની શોધખોળ હાથધરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








