નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: મહા ઠગ કિરણ પટેલની (Thug Kiran Patel) પત્ની માલિની પટેલની (Malini Patel) પોલીસે (Ahmedabad Police) ફરી ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરી સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂરી કર્યા છે. તાજેતરમાં અમદાવાદ સેશન્સ કોર્ટે (Ahmedabad Court) માલિની પટેલને શરતી જામીન આપ્યા હતા. જેમાં તપાસમાં સહકાર આપવા અને ગુજરાતના ન છોડવા જામીન શરતોમાં મૂકવામાં આવી હતી. પરંતુ તેની સામે વધુ એક ફરિયાદ નોંધાતા ફરી એક વાર ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, 2017માં મોરબીના એક વેપારી કિરણ પટેલના સંપર્ક આવ્યા હતા. કિરણ પટેલે પોતાની ઓળખ GPCBના કલાસ 1 અધિકારી અને સરકારમાં સારી ઓળખ હોવાનું કહી અને મોરબીના વેપારીને GPCB લાયસન્સ આપવા માટે 42 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. જોકે 8 મહિના સુધી લાયસન્સ ન મળતા કેમિકલ વેપારીએ GPCBએ ઓફિસે જઈ કિરણ પટેલે અંગે પૂછપરછ કરી હતી, ત્યારે GPCBએ આ નામનો કોઈ અધિકારી ન હોવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ વેપારીએ કિરણ પટેલને ફોન કરી પૈસા પરત કરવાની માગણી કરી જેમાં કિરણે પહેલા તો 11.75 લાખ જેટલી રકમ આપી હતી અને બાકીની 30 લાખ જેટલા રૂપિયા જેટલી રકમ ન આપતા આજે મોરબીના કેમિકલ વેપારીએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ઘ સોલા પોલીસ મથક ખાતે છેંતરપિંડી ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે જામીન પર છૂટેલી માલિની પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે સોમવારે 4 વાગ્યા સુધીના માલિની પટેલના રિમાન્ડ આપ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








