Friday, June 5, 2026
HomeNationalભારતીય સેનાનું હેલિકોપ્ટર કાશ્મીરમાં ક્રેશ, નદીમાં ખાબક્યું હેલિકોપ્ટર

ભારતીય સેનાનું હેલિકોપ્ટર કાશ્મીરમાં ક્રેશ, નદીમાં ખાબક્યું હેલિકોપ્ટર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જમ્મુ-કાશ્મીર: Army Helicopter crash in Kishtwar : જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) એક હેલિકોપ્ટર દુર્ઘટના સામે આવી છે. કિશ્તવાડમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ નદીમાં ખાબક્યુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ હેલિકોપ્ટરમાં એક ઓફિસર અને 2 પાઇલટ સવાર હતા. જેમાંથી એકનું મોત થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભારતીય સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના મારવાહના જંગલ વિસ્તારમાં ક્રેશ થતા ચેનાબ નદીમાં પડ્યું છે. આ ઘટના ગતરોજ બુધવારે સવારે 10 વાગ્યે નિયમિત ઉડાન દરમિયાન દુર્ઘટના બની હતી. ભારતીય સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર કિશ્તવાડ જવા માટે નિકળું હતું જે રૂટીન શોર્ટીનો એક ભાગ હોવાનું જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

આ હેલિકોપ્ટરમાં બે પાઇલટ અને એક કમાન્ડિંગ ઓફિસર સવાર હતા. સંરક્ષણ પ્રવક્તાના નિવેદન મુજબ હાલ દુર્ઘટના સ્થળે સર્ચ ઓપરેશન હાથ ઘરવામાં આવ્યું છે. સાથે જ તાબજતોબ રેસ્ક્યુ ટીમને પણ રવાન કરી દેવામાં આવી હતી. જો કે આ અકસ્માતમાં કમાન્ડિંગ ઓફિસર સંપૂર્ણપણે સુરક્ષિત હોવાના અહેવાલ મળી રહ્યા છે, જ્યારે પાઈલટને ઈજા પહોંચતા સારવાર માટે નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તો બીજા એક પાયલોટનું આ અકસ્માતમાં મોત થયું હોવાના અહેવાલ માધ્યમો મારફતે પ્રાપ્ત થયા છે.

ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે બુધવારે સવારે 11:15 વાગ્યે ઓપરેશનલ મિશન પર આર્મી એવિએશન ALH ધ્રુવ હેલિકોપ્ટરે જમ્મુ કાશ્મીરના મારૂઆ નદીના કિનારે સાવચેતી ભર્યુ લેન્ડિંગ કર્યુ હતું. ઈનપુટ્સ મુજબ પાઈલટોએ એર ટ્રાફિક કંટ્રોલરને તકનીકી ખામી વિશે જાણ કરી લેન્ડિંગ માટે આગળ વધ્યા હતા. પરંતુ ઉબડખાબડ વિસ્તાર અને લેન્ડિંગ એરિયાની તૈયારીના અભાવને કારણે હાર્ડ લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જો કે આ હેલિકોપ્ટર ક્રેશ થવાની સેના તરફથી કોઈ સત્તાવાર કે નક્કર માહિતી પ્રાપ્ત નથી થઈ.

બીજી તરફ એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે, વાતાવરણના પલટાને કારણે આ અકસ્માત સર્જાયો હોય શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં જ્યાં અકસ્માત થયો છે તે ખૂબ જ અંતરિયાળ વિસ્તાર છે. અહીં હવામાનની આગાહી અનુસાર ઘણા વિસ્તારોમાં છેલ્લાં 2-3 દિવસથી વાદળછાયું વાતાવરણ સહિત વરસાદ પણ પડી રહ્યો છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular