Friday, September 22, 2023
HomeGujaratAhmedabadરિલ્સના શોખીનોને બાઈક વેચતી ગેંગને અમદાવાદ પોલીસે કેમ પકડી? વાંચો અહેવાલમાં

રિલ્સના શોખીનોને બાઈક વેચતી ગેંગને અમદાવાદ પોલીસે કેમ પકડી? વાંચો અહેવાલમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: સોશિયલ મીડિયામાં વીડિયો અને ફોટો મુકી ફોલોવર્સ વધારવા માટે લોકો કોઈ પણ હદે જતા હોવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) એક એવી ટોળકીના (Gang) બે માણસોને દબોચ્યા છે જે સોશિયલ મીડિયામાં રિલ્સના શોખિન (Reels Lover) લોકોને સસ્તામાં ચોરીના બાઈક વેચતા (Bike Selling) હતા. આ ટોળકી અમદાવાદ અને ગાંધીનગરમાંથી સ્પોર્ટસ બાઈક જેવા મોંધા બાઈકોની જ ચોરી કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ ટોળકીના બે સભ્યોની ધરપકડ કરતા 21થી વઘુ બાઈક ચોરીના ગુનાઓનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એ. ડી. પરમારની ટીમે સ્પોર્ટસ બાઈકની ચોરી કરતા આરોપી આશિષ જાલમસીંગ મીણા અને અંકિત વેલારામ મીણાને મેમનગર સૌરાષ્ટ્ર પટેલ કન્યા છાત્રાલય પાસેથી દબોચ્યા હતા. આરોપી પાસેથી 3 યામાહા R-15, બાઈક, 6 પલ્સર બાઈક, યામાહા એફ.ઝેડ.નું 1 બાઈક, ટી.વી.એસ. અપાચી 2 બાઈક, ડીલક્ષ 1 બાઈક મળી આવ્યું હતું.

- Advertisement -

બંને આરોપીને દબોચીને તેમની સામે ફરિયાદ દાખલ કરીને પુછપરછ કરવામાં આવતા તેમણે ‘લરાઠી રાઈડર ગેંગ’ના હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ રાજસ્થાનથી મજૂરી કામ કરવા માટે અમદાવાદ આવ્યા હતા. દિવસભર મજૂરી કામ કર્યા બાદ રાત્રિના સમયે સ્પોર્ટસ બાઈકની રેકી કરીને તેની ચોરી કરતા હતા. બાઈકની ચોરી કર્યા બાદ દધિચી બ્રિજ પાસેના મેદાનમાં અને સૌરાષ્ટ્ર પટેલ કન્યા છાત્રાલય પાસેના ખુલ્લા મેદાનમાં મુકી દેતા હતા. જ્યારે પણ તેમનો સાગરીત રાજસ્થાન જવાના હોય ત્યારે તેમણે આ બાઈક રાજસ્થાન મોકલી દેતા હતા.

બાઈક રાજસ્થાન પહોંચી જતા સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવતા શોખિનનોને સસ્તા ભાવમાં ચોરીના સ્પોર્ટસ બાઈક વેચી દેતા હતા. આરોપીએ અત્યાર સુધીમાં કુલ 21 વાહન ચોરી કર્યા હોવાનું કબુલ્યું હતું. જેમાંથી પોલીસે 8.7 લાખની કિંમતના 13 બાઈકને કબ્જે કર્યા છે. પોલીસ તપાસમાં ચોરીના બાઈકનો ઉપયોગ કરવામાં અને છુપાવી રાખવાના ગુનામાં રાજસ્થાનના અન્ય 13 લોકોના નામ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બાઈક ચોરીના કેસમાં અન્ય આરોપીઓ પોલીસ પકડમાં આવશે તો સ્પોર્ટસ બાઈકની ચોરીના આંક વધી શકવાની સંભાવના રહેલી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular