નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ગુજરાત સરકાર નદી પર આવેલા રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ખાતે અવાર-નવાર અલગ અલગ પ્રોજેકટ લઈને આવે છે, પરંતુ આજે જે ઘટનોની હારમાળા સર્જાઈ છે તે જોતાં એવું લાગે છે કે સાબરમતી નદી આકર્ષણની જગ્યાએ આત્મહત્યા કરવાનું કેન્દ્ર બની ગઈ હોય. આજે સાબરમતી નદી (Sabarmati River) પર આવેલા અલગ અલગ બ્રિજ (Bridge) પરથી 5 જેટલા લોકોએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાંથી 2 વ્યક્તિઓનું મૃત્યુ થયું છે, જ્યારે 2 વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે અને 1 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે.
ઘટના-1
પ્રાપ્ત માહિતી અનુસાર બહેરામપુરા વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ભરત રાઠોડ જે છેલ્લા લાંબા સમયથી બીમારથી પીડાઈ રહ્યા હતા, તેમણે બીમારથી કંટાળીને આંબડેકર બ્રિજ પરથી પડતુ મૂકી જીવન ટૂંકાવ્યુ હતું. જે અંગે ફાયર વિભાગને એક વ્યકિતની બિનવારસી હાલતમાં લાશ નદીમાં તરતી હોવાના કોલ મળતા ફાયર વિભાગની સાથોસાથ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લાશને કબ્જે કરી આપઘાત પાછળનું કારણ શું તે દિશામાં તપાસ શરૂ કરી છે. તેમજ મૃતકના પરિજનોની શોધખોળ હાથધરી છે.
ઘટના-2
અમદાવાદના નહેરુ બ્રિજ પરથી યુવકે નદીમાં જંપલાવી આપઘાત કર્યા હોવાનું સામે આવ્યુ છે. જ્યાં ફાયર વિભાગને કન્ટ્રોલ માંથી મેસેજ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ડુબતા યુવકને બચાવી તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જેમાં પાણીમાં ડૂબવાથી યુવક બેભાન થઈ ગયો હતો, જોકે હજુ યુવક જીવે છે કે મૃત્યુ નિપજ્યુ છે તે જાણી શકાયું નથી.
ઘટના-3
અમદાવાદના લાક્કડીયા પુલ જેને એલિસબ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાંથી બપોરના અરસામાં યુવકે નદીમાં જંપલાવ્યુ હતું. ઘટનાને પગલે ઉહાપોહ મચી જતાં, ત્યાં હાજર લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમયસુચકતાની સાથે યુવકને બચાવી લેવાયો હતો.
ઘટના-4
ગાંધી બ્રિજ પરથી પણ યુવકે નદીમાં જંપલાવ્યુ હોવાનું સામે આવતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી, જેમાં રિવરફન્ટ્ર બગીચા પાસેથી નદીમાં તરતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યાં ફાયરના જવાનોએ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. પોલીસ દ્વારા મૃતકના પરિજનોની ઓળખ કરવામાં આવી રહી છે.
ઘટના-5
સપ્તિર્ષ આરા પાસેથી યુવકે નદી માંથી જંપલાવ્યા હોવાનો મેસેજ ફાયર વિભાગને મળતા ફાયર જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તુંરત ફાયર જવાનોએ નદીમાંથી યુવકને હેમખેમ રીતે બચાવી લીધો હતો. બાદમાં આ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખેસડાયો છે.
એક જ દિવસમાં સાબરમતી નદીમાં જંપાલાવી આપઘાતના 5 ફાયર કોલ મળતા ફાયર વિભાગ સાથે પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. જેમાંથી એક વ્યક્તિને બચાવી લેવાયો છે. બે વ્યક્તિને મૃત જાહેર કરાયા છે અને અન્ય બે સારવાર હેઠળ છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ, આર્થિક સંકળામણ, માનસિક તણાવ, બીમારી સહિતના જુદા જુદા કારણો અંગે તપાસ કરવામાં આવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








