Friday, June 5, 2026
HomeNationalકોંગ્રેસ અધ્યક્ષની ટિપ્પણીને લઈ રાજકારણ થયું ગરમ, મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કરીને કરી...

કોંગ્રેસ અધ્યક્ષની ટિપ્પણીને લઈ રાજકારણ થયું ગરમ, મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કરીને કરી સ્પષ્ટતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) લઈ વિવાદિત નિવેદન આપતા રાજકારણમાં ભારે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. કર્ણાટકમાં આગામી ચૂંટણીને (Karnataka Assembly election 2023) લઈ પાર્ટીના પ્રચાર માટે મલ્લિકાર્જુન ખડગે કર્ણાટક પહોંચ્યા હતા. જ્યા તેમણે એક સભા સંબોધિત કરતાં સમયે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે PM મોદીને ઝેરીલો સાપ ગણાવ્યા હતા અને કહ્યુ હતું કે, “જો તમે પણ તેમના સંપર્ક આવશો તો મૃત્યુ થવાની શક્યતા છે.” આ પ્રકારના નિવેદનથી ભાજપના નેતાઓએ પણ કોગ્રેસ પર શાબ્દિક હુમલો શરૂ કર્યા છે.

જોકે મલ્લિકાર્જુન ખડગેએ આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, “મેં આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નહી પણ ભાજપ માટે આપ્યું હતું, જેની વિચારધારા ઝેરીલા સાપ જેવી છે. મેં વડાપ્રધાનને વ્યકિતગત રૂપે કઈ નથી કહ્યું, મેં જે કહ્યું તે તેમની વિચારધારાને લઈને કહ્યું હતું. તેમની વિચારધારા સાપની જેમ ઝેરીલી છે, આ વિચારધારની નજીક જે પણ જાય છે તેનું મૃત્યુ થાય છે.”

- Advertisement -

જોકે વિવાદે જોર પકડતા ખડગેને ટ્વીટર પર સ્ષટ્તા કરવાની ફરજ પડી હતી. જેમા તેમણે કહ્યું હતું કે, “મેં કોઈ વ્યક્તિ વિશેષ માટે આ ટિપ્પણી કરી ન હતી. મેં જે કહ્યું તે ભાજપની વિચારધારાને લઈને કહ્યું હતું. ભાજપની વિચારધારા વિભાજનકારી, વૈમનસ્યપૂર્ણ, ગરીબો-દલિતો પ્રત્યે નફરતથી ભરેલી છે. આ બાબતે મેં નફરત અને દ્વેષની ચર્ચા કરી છે, મારુ નિવેદન વ્યકિતગત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ન હતું. પ્રધાનમંત્રી મોદી સાથે અમારી કોઈ વ્યકિતગત લડાઈ નથી વૈચારિક લડાઈ છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “હું મોટા પદ પર બેઠેલા લોકોની જેમ કોઇની તકલીફોની મજાક ઉડાવાતો નથી. કેમ કે ગરીબો અને દલિતોનું દુઃખ મેં જોયુ પણ છે અને સહન પણ કર્યુ છે. છેલ્લા 5 દાયકાથી ભાજપની RSS વિભાજનકારી વિચારધારા અને તેમના નેતાનો મને વિરોધ છે.”

બીજી તરફ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મલ્લિકા અર્જુન ખડગેના નિવેદન પર પલટવાર કરતા કહ્યું હતું કે, “કોંગ્રેસે મલ્લિકા અર્જુન ખડગેને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા, પણ કોઈ તેમને અધ્યક્ષ માનતા નથી. કોગ્રેસ પાર્ટીનું સ્તર દિવસને દિવસે નીચું જઈ રહ્યું છે. તેમની ભાષા દિવસને દિવસે અભદ્ર થતી જઈ રહી છે.”

- Advertisement -

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બસાવરાજ બોમ્બઈ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “ખડગેજીના મનમાં ઝેર છે. પ્રધાનમંત્રી મોદી અને ભાજપથી કોંગ્રેસ પિડીત છે. કોંગ્રેસની પોતાની હતાશા નજર પડી રહી છે. કેમ કે તે રાજકીય રીતે લડવામાં અસર્મથ ગઈ છે અને કોંગ્રેસનું જહાજ આ વખતે પણ ડૂબતો દેખાઈ રહ્યું છે.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular