Friday, July 17, 2026
HomeGeneralમિત્રને બંદૂકના ભડાકા કરવા દેવા પડ્યા ભારે, અંકલેશ્વર AAPના નેતા સહિત તેના...

મિત્રને બંદૂકના ભડાકા કરવા દેવા પડ્યા ભારે, અંકલેશ્વર AAPના નેતા સહિત તેના મિત્ર વિરૂધ્ધ કાર્યવાહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભરૂચ: Bharuch News: હથિયાર રાખવા અને ભડાકા કરવા જાણે શોખનો વિષય બની ગયો હોય તેમ છાસવારે ગોળીબારની ઘટના સામે આવી રહી છે. ત્યારે આવા જ ભડાકા (revolver firing) કરવાનો શોખ ધરાવતા આમ આદમી પાર્ટીના નેતા (AAP Leader) હવે કાયદાના સકંજામાં આવ્યા છે.

મળતી વિગતો અનુસાર, અંકલેશ્વરમાં (Ankleshwar)આમ આદમી પાર્ટીના ઉમેદવાર (AAP Candidate) બની ચૂંટણી લડી ચૂકેલા અંકૂર પટેલની (Ankur Patel) ભરૂચ SOGએ ધરપકડ કરી છે. અંકલેશ્વરના ગડખોલ ગામના અંકૂર પટેલે વર્ષ 2016માં 32 બોરની રિવોલ્વર લીધી હતી. આ લાયસન્સ વાળી રિવોલ્વરમાંથી જૂન 2021માં રાત્રિના સમયે કોસમડી નજીક અંકુર પટેલના માતંગી પેટ્રોલિયમ ખાતે મિત્રએ ફાયરિંગ કર્યા હતા. આ સમયે તેની સાથે નિકોરાના મિત્ર અફઝલ ખાન, યોગેશ, જીજ્ઞેશ અને ચિરાગ પણ હાજર હતા.

- Advertisement -

આ ઘટનાનો વીડિયો સામે આવતા 22 મહિના જૂની ઘટનામાં ભરૂચ SOGએ જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. પોલીસે અફઝલ પઠાણ અને અંકુર પટેલ વિરૂધ્ધ ગુનો દાખલ કરી અફઝલની ધરપકડ કરી છે. આમ શોખ ખાતર હવામાં ફાયરિંગ કરવા અંકુર પટેલ અને તેના મિત્રને ભારે પડ્યા છે. પોલીસ આ મામલે આમ આદમી પાર્ટીના નેતા અંકુર પટેલ વિરૂધ્ધ ધરપકડ કરી કાર્યવાહી કરશે તેવા અહેવાલ છે.

TAG: Bharuch News, Ankleshwar Firing Video, AAP Leader Ankur Patel

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular