Tuesday, May 26, 2026
HomeGujaratAhmedabadરાહુલ બાદ તેજસ્વીની મુશ્કેલી વધશે? અમદાવાદ કોર્ટમાં નોંધાઈ માનહાનિની ફરિયાદ

રાહુલ બાદ તેજસ્વીની મુશ્કેલી વધશે? અમદાવાદ કોર્ટમાં નોંધાઈ માનહાનિની ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Tejashwi Yadav Defamation Case: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કરેલી મોદી અટક પર વાંધાજનક ટિપ્પણી (Modi surname Row) બાદ તેમને સુરત મેટ્રો કોર્ટે (Surat Court) આ મામલે દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. તેમજ સાંસદ તરીકેનું સભ્યપદ પણ ગુમાવવાની નોબત આવી હતી. જોકે આ ઘટનાના પડઘા હજુ સમ્યા નથી. ત્યારે વધુ એક નેતા સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં (Ahmedabad Court) માનહાનીની ફરિયાદ (Defamation Case) નોંધાઈ છે. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે (Tejashwi Yadav) ગુજરાતીઓ ઉપર ઠગ શબ્દને લઈ ટિપ્પણી કરી હતી જેને લઈ અરજદારે કરેલી માનહાનીની ફરિયાદ અંગે અમદાવાદ મેટ્રો કોર્ટમાં આગમી 1 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અરજદાર દ્વારા ભારતીય દંડ સંહિતતાની કલમ 499 અને 500 મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે અરજદારે કહ્યું કે બિહારના નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતીઓ માટે ઠગ શબ્દ ઉચ્ચાર્યા હતા જે અયોગ્ય છે. એક મુખ્યમંત્રીને આ પ્રકારનું શબ્દ બોલવાનું શોભતું નથી. માટે તે મામલે કડકમાં કડક કાર્યવાહી કરવા અરજદારે કોર્ટ સમક્ષ માગ કરી છે.

- Advertisement -

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે મેહુલ ચોકસીના PNB કૌભાંડને લઈ 22 માર્ચ 2023ના રોજ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યુ કે હતું કે આ દેશમાં ઠગ ગુજરાતીઓ (Thug Gujarati)જ કેમ હોય છે. ત્યારે આ નિવેદનને લઈ અરજદાર દ્વારા અમદાવાદ મેટ્રો કોર્ટમાં માનહાની અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને લઈ આગામી દિવસોમાં તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થાય તેવી સંભાવના જણાય છે.

TAG: Tejashwi Yadav Defamation Case, Ahmedabad Court, Comment on Gujarati

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular