નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar News: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પરીક્ષામાં ગેરરીતિ થવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એ પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, શાળાની પરીક્ષાઓ હોય કે પછી કોલેજની પરીક્ષા હોય તમામ પરીક્ષાઓમાં છેલ્લા ઘણા સમયથી પેપર લીક (Paper Leak ) થવાની અને ગેરરીતિ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ તમામ ઘટનોમાં એપી સેન્ટર ભાવનગર હોય તેમ મોટા ભાગે પરીક્ષામાં ગેરરીતિનાછેડા ભાવનગર જઈને અટકી જાય છે. આજે પણ ભાવનગરની (Bhavnagar) MKB યુનિવર્સિટીમાં (MKB University) M.COM અને B.COM ની પરીક્ષાઓમાં (Exam)ગેરરીતિ (malpractice) થઈ હોવાની માહિતી મળી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરની MKB યુનિવર્સિટીમાં હાલ બી.કોમ અને એમ.કોમના એક્સટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે પરીક્ષા ખંડની બહાર ઉત્તરવહી મળી આવતા સેનેટ સભ્ય દ્વારા પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. એક વિદ્યાર્થીના સ્કૂટરની ડીકીમાંથી 6 ઉત્તરવહી મળી આવી હતી. જેના કારણે પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
એક ચેનલને આપેલા નિવેદન મુજબ સેનેટ સભ્ય મહેબૂબ બ્લોચે જણાવ્યું હતું કે, “આ ઉત્તરવહીઓ આભાર મળી આવી તે પરીક્ષામાં ગેરરીતિ તરફ ઈશારો કરે છે. આ ઉત્તરવહી કયા બ્લોકમાંથી બહાર આવી હતી તે પણ એક સવાલ છે અને સૌથી મોટો સવાલ એ છે કે આ ઉત્તરવહી બહાર કોણ લઈ ગયું? જો ઉત્તરવહી બહાર ગઈ તો સુપરવાઇઝરે સેન્ટર ઇન્ચાર્જને આ અંગે ફરિયાદ કેમ કરી ન હતી?”
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર પોલીસ હાલ ડમીકાંડ અને ડમીકાંડમાં થયેલા તોડકાંડની તપાસ કરી રહી છે. જેમાં યુવરાજસિંહ કે જેઓ અત્યાર સુધી પરીક્ષામાં ગેરરીતિઓ અને પેપર ફૂટવાની ઘટનાઓ સામે લાવતા હતા, તેમની સામે હાલ ડમીકાંડમાં ધમકી આપીને ખંડણી કરવાનો આરોપ લાગ્યો છે. યુવરાજસિંહની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પણ તપાસ ચાલી રહી છે. ત્યારે હવે વધુ એક પરીક્ષામાં ગેરરીતિની તપાસ થશે કે આ પણ અન્ય પરીક્ષાઓની જેમ આ કાંડ પણ માત્ર બે દિવસ અહેવાલોમાં ચાલશે અને પછી બધા ભૂલી જશે?
TAG: Bhavnagar News, Bhavnagar MKB University malpractice News,
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








