Thursday, April 30, 2026
HomeGujaratકડીમાં પોલીસ ચોકી સામેથી જ ઝડપાયો વરલીનો જુગાર, LCB દરોડો કરી 10...

કડીમાં પોલીસ ચોકી સામેથી જ ઝડપાયો વરલીનો જુગાર, LCB દરોડો કરી 10 આરોપી પકડ્યા

- Advertisement -

તોફીક ઘાંચી. (નવજીવન ન્યૂઝ, કડી): Kadi News: કડીમાં વરલી મટકાનો વેપાર માથું ઉંચકી રહ્યો છે. ત્યારે મહેસાણા LCBએ (Mehsana LCB) ગાંધી ચોક પોલીસ ચોકીની (Kadi Police) સામે જ ચાલતા વરલી મટકાના જુગારને (Gambling) ઝડપી પાડ્યો છે. એલ.સી.બી.એ કરેલા દરોડામાં (LCB Raid) 9 મોબાઈલ ફોન સહિત રૂપિયા 37 કરતા વધુનો મુદ્દામાલ કબ્જે કરી 10 શખ્સોની ધરપકડ કરી હતી. દરોડાની કાર્યવાહી દરમિયાન મુખ્યસુત્રધાર શેઠ યાસીનખાન પઠાણ પોલીસના હાથ લાગ્યો ન હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત 24 એપ્રિલના રોજ સાંજના સમયે મહેસાણા એલ.સી.બી. દ્વારા બાતમીના આધારે ગાંધી ચોક પોલીસ ચોકીની સામે દરોડો કર્યો હતો. ઓખાજીની ચાલીમાં દરોડો કરવામાં આવતા ખુલ્લેઆમ ચાલી રહેલો વરલી મટકાનો સટ્ટો ઝડપાયો હતો. પોલીસે દરોડો કરી આરોપીઓને કોર્ડન કરી 10 જુગારીઓને રંગે હાથ ઝડપી લીધી હતા.

- Advertisement -

પોલીસના જણાવ્યા અનુસાર પોલીસે આરોપી અશોકજી ઠાકોર,અજીતમીયા મલેક, તોફીક રાઉમા,હઠિસંગ ઠાકોર, ગણપત પટેલ,,સુરેશ નાડીયા, મેહબૂબ ઘાંચી, દશરથજી ઠાકોર, બાબુજી ઠાકોર અને પ્રવીણ મહેતાની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે ગુનામાં વપરાયેલા 9 મોબાઈલ ફોન સહિત રૂપિયા 34,280નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12(એ) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી વિગતો અનુસાર વરલી મટકાનો મુખ્ય સુત્રધાર શેઠ યાસીન પઠાણ ફરાર થઈ ગયો હોય પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

TAG: Kadi News in Gujarati, Kadi Police Station News, Mehsana News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular