Friday, May 1, 2026
HomeGeneralSEWA સંસ્થા દ્વારા ગુજરાતની 80 મહિલાઓને અપાઈ રોજગારીની આ તકો

SEWA સંસ્થા દ્વારા ગુજરાતની 80 મહિલાઓને અપાઈ રોજગારીની આ તકો

- Advertisement -

નવજીવન.અમદાવાદઃ સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય હેઠળના ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન (KVIC)એ પરંપરાગત ઉદ્યોગોના પુનર્જીવન માટેની (SFUERTI) યોજના અંતર્ગત સેવા કોઓપરેટિવ ફેડરેશન સાથે જોડાણ કરી 309 મહિલા કારીગરોને એક ક્લસ્ટર સંગઠિત કરવા, કૌશલ્ય વર્ધન તાલીમો આપી બહેનોને લાંબા ગાળાની કાયમી રોજગારી માટેનો ત્રણ વર્ષનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ, કડી અને કલોલની 80 મહિલા કારિગરોને સિલાઈ મશીન અને ટુલ કીટ્સ આપવાનું નક્કી કર્યું છે.



કોરોનાના કપરાકાળમાં મહિલા કારીગરોને સૌથી વધુ અસર થઈ હતી અને તેમાંથી ઘણા શ્રમજીવી બહેનો લોકડાઉનના કારણે કાચો માલ મેળવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, આરોગ્ય વીમો ન હોવાથી, તબીબી ખર્ચમાં અચાનક વધારો થતા બહેનોને નાણાકીય તકલીફો ઊભી થઈ હતી. તેમની રોજગારી પણ બંધ થઈ અને આવા મુશ્કેલીના સમયમાં સેવાની આબોદાના હસ્તકલા મહિલા સહકારી મંડળી દ્વારા સેવા સહકારી ફેડરેશને કોવીડના અનુભવમાંથી મેળવેલી શીખને આધારે બહેનોને કાયમી રોજગાર આપવા મશીનરી અને કાચો માલ મેળવવાની અત્યંત જરૂરિયાતને પારખી અને શ્રમજીવી બહેનોને ફોન દ્વારા (ટેક્નોલોજી) ડિજીટલ સાક્ષરતા અંતર્ગત ઓનલાઈન માસ્ક ઉત્પાદન માટે તાલીમ આપવામાં આવી હતી. તેના પરિણામ સ્વરૂપ મંડળીએ લોકડાઉન દરમિયાન 150 મહિલા કારીગરોને કાયમી રોજગારી આપી ત્રણ લાખથી વધુ માસ્કનું ઉત્પાદન કર્યું હતું.

- Advertisement -

‘હસ્ત કારીગરબહેનો સુધી ટેક્નોલોજી ઉપલબ્ધ થાય કે જેથી તેઓ કાયમી આજીવિકા મેળવી શકે’- તે માટે સેવા કોઓપરેટિવ ફેડરેશન દ્વારા મહિલા કારીગરો માટે 30 ડિસેમ્બર 2021એ ટુલકીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ સેવાના સામાજિક સુરક્ષા કાર્યા લય ચંદાનિવાસ- કર્ણાવતી હોસ્પિટલ, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે યોજાયો હતો.



આ કાર્યક્રમમાં આજે પ્રથમ ટુલકીટ વિતરણ કરાયું હતું. જેમાં આબોદાના હસ્તકલા મંડળીની 20 મહિલા કારીગરોને ઘરે બેઠા કાયમી રોજગારી ચાલુ થાય તે માટે સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા ઉપરાંત સરકારી યોજનાઓથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં KVIC સ્ટેટ ડાયરેક્ટર ડો. નિતેશ ધવન, ગરવી ગુર્જરીના રિતેશ સિંઘ તથા ટેક્નીકલ એજન્સી ટાઈમ્સના સીઈઓ રાજેન્દ્ર શિંદે ઉપરાંત હસ્તકલા મંડળીના બોર્ડ ઓફ ડીરેક્ટર ઉપરાંત અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

આ ત્રણ વર્ષના કાર્યક્રમમાં મંડળી સિલાઈ મશીનો, કૌશલ્ય વર્ધન તાલીમ, ઓનલાઈન અને ઓફલાઈ માર્કેટ લિન્કેજની સહાય મેળવશે કે જેના કારણે મહિલા કારીગરો તેમના ઉત્પાદનોને સ્પર્ધાત્મક બજારમાં વેચી શકે.

- Advertisement -

આ ઉપરાંત કડી, મહેસાણામાં એક કોમન ફેસિલિટેશન સેન્ટર કલાકૃતિ ગાર્મેન્ટ એપેરલ ક્લસ્ટર (KGAC) બનાવવામાં આવી રહ્યું છે, આ સેન્ટરમાં લેસર કટિંગ મશીન, સિલાઈ મશીન, બ્લોક પ્રિન્ટિંગ યુનીટ, તાલીમ કેન્દ્ર, કાચા માલની બેંક અને એક ડીઝાઈન સેલ જેવી મશીનરીથી સજ્જ કેન્દ્ર હશે. જ્યાં અબોદાના હસ્તકાલ મંડળીના સભ્યો કે જેમની પાસે સિલાઈ મશીન અથવા કાચો માલ ન હોય તેઓ સેન્ટરમાં આવી કામ કરશે. ઉલ્લેખનીય છે કે, સેવા (SEWA) (સેલ્ફ એમ્પ્લોઈડ વિમેન્સ એસોશિએશન) દ્વારા 100 મહિલા સાહસોને પ્રોત્સાહીત કરી 3,00,000 મહિલા કામદારોને સંગઠીત કર્યા છે જેમાંથી આજે 65 મહિલા સાહસો સક્રિયપણે કામ કરી રહ્યા છે અને 88 ટકા પગભર છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular