નવજીવન ન્યૂઝ. અમરેલી: Amreli News: લગ્ન પાછળ કેટલાક લોકો લાખો કરોડ રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. ત્યારે અમરેલીમાં (Amreli) એક યુગલે ગાંધી વિચારથી પ્રભાવીત થઈ સાદગીપૂર્ણ રીતે લગ્ન (Simple Wedding) કરી સમાજને ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. આ યુગલના લગ્નની ખાસ વાત એ પણ છે કે દિકરીને કરીયાવરમાં કોઈ સામાન કે રોકડ રૂપિયા નહીં પણ પુસ્તકો આપવામાં આવ્યા છે. આમ આજે પણ ગાંધી વિચાર સાશ્વત છે તેમ કહી શકાય.

હાલ લગ્ન પાછળ લખલૂંટ ખર્ચ કરવાની જાણે નવી ફેશન ચાલી રહી હોય તેવી સ્થિતી છે. સમાજમાં દેખાવ કરવા માટે લાખો કરોડો રૂપિયાનો ધુમાડો લગ્ન પ્રસંગે કરવામાં આવતો હોય છે. ત્યારે અમરેલીના ગાંધી વિચારોથી પ્રેરીત યુગલના લગ્ન ચર્ચામાં આવ્યા છે. અમરેલીના બગસરામાં બાળ કેળવણી મંદિર અને વિશ્વગ્રામ સંસ્થા સાથે જોડાયેલા ગીતાબેન જાગાણી અને વડોદરાના દર્શનભાઈ બી. પટેલે લગ્નગ્રંથીથી જોડાયા છે. આ યુગલે લગ્ન કરવા માટે સૂતરની આંટીનો ઉપયોગ કરી સાદાઈથી લગ્ન પ્રસંગ આટોલી લીધો હતો. આમ તેમણે સમાજને એક નવો જ રાહ ચિંધી ગાંધીની વિચારધારા જીવંત હોવાનો પુરાવો આપ્યો છે તેમ કહી શકાય.

સાથે જ આ લગ્નની ખાસીયત છે કે તેમાં કોઈ માલ સામાન કે રોકડની લેવડ-દેવડના બદલે વેવાઈ પક્ષે પુસ્તકોની આપલે કરી હતી. સાથે જ દિકરીના માતા-પિતાએ પુસ્તકોને ભેટ સોગાદ તરીકે આપી સમાજ માટે ઉત્તમ ઉદાહણ પુરું પાડ્યું હતું. આમ સ્લમ વિસ્તારના બાળકો દ્વારા સુંદર લગ્નગીતો વચ્ચે ગીતાબેન અને દર્શનભાઈએ એકબીજાને સૂતરની આંટી પહેરાવી સાત જન્મના સાથ આપવાના કોલ આપ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








